શેર ઉપર 'દોઢ શેર' !



(શેર)

કાજળભર્યાં નયનનાં

કામણ મને ગમે છે,

કારણ નહીં જ આપું

કારણ મને ગમે છે.

 

(દોઢ શેર)

કારણ તો આપો જ આપો

વૈજ્ઞાનિક કે ભૌગોલિક,

કારણકે  એક કારણના ...

ત્રણ ત્રણ ‘માર્ક’ મળે છે !

***

(શેર)

પથ્થર કી હવેલી સે

શીશોં કે ઘરોંદો મેં

તિનકોં કે નશેમન તક

કિસ મોડ સે જાતે હૈં ?

 

(દોઢ શેર)

ફિકર નોટ ભૈયા

કહીં CCTV નહીં હૈ

ઈસ લિયે, બકા

‘બિન્દાસ’ જાતે હૈં !

***

(શેર)

યે ઈશ્ક નહીં આસાં

ઈતના હી સમજ લિજે

એક આગ કા દરિયા હૈ

ઔર ડૂબ કે જાના હૈ.

 

(દોઢ શેર)

ઓકે, આગ કે ઝરણે સે

હમ કામ ચલા લેંગે

ભઈ ‘વોટર-ગિઝર’ કા

બિલ ભી બચાના હૈ !

***

(શેર)

દિલરૂબા મૈંને તેરે

પ્યાર મેં ક્યા ક્યા ન કિયા

દિલ દિયા, દર્દ લિયા

દિલ દિયા, દર્દ લિયા.

 

(દોઢ શેર)

દિલરૂબા ને ચેક કિયા ...

ફિર કહા, યૂં પ્યાર સે,

પ્લીઝ ચેક યોર ATM ...

‘ટ્રાન્ઝેક્શન’ ફેલ હુઆ !

***

(શેર)

ખુદી કો કર બુલંદ ઈતના

હર તકરીર સે પહલે

ખુદા અપને બંદે સે પૂછે

બતા, તેરી રજા ક્યા હૈ ?

 

(દોઢ શેર)

બુલંદી તો હમજ્યા,

બોસ, ઈતના પતા હૈ...

મેરી રજા તો ‘સન્ડે’ હૈ

આપ કી રજા ક્યા હૈ ?

***

(શેર)

ચાંદી જૈસા રંગ હૈ તેરા

સોને જૈસે બાલ

એક તૂ હી ધનવાન

ગોરી, બાકી સબ કંગાલ

 

(દોઢ શેર)

વક્ત બૂરા ચલા હૈ

જરા સંભલ કે ચલના,

કહીં બાલ ના કાટ લે...

આગે નાઈ કી દુકાન હૈ !

***

(શેર)

આ મારી શાયરી તો

સંજીવની છે ‘ઘાયલ’

શાયર છું, પાળિયાને

બેઠા કરી શકું છું.

 

(દોઢ શેર)

‘ઘાયલ’ છો તમે, પણ

‘કાયર’ની ગત શું જાણો ?

પાળિયામાં શું ? કોંગ્રેસને..

બેઠી કરો તો જાણું !

***

- મન્નુ શેખચલ્લી

Comments