ખબર
ઈસરોના ચેરમેન સિવાન કહે છે કે ચંદ્રયાન-2 મિશન 97 ટકા સફળ રહ્યું કહેવાય.
ખણખોદ
કાલે ઊઠીને વિરાટ કોહલી કહેશે કે 200 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં અમે 194 રન કર્યા એટલે અમે 97 ટકા સફળ રહ્યા !
***
ખબર
સોનાક્ષી સિન્હા ‘કરોડપતિ’ શોમાં રામાયણને લગતો એક સામાન્ય સવાલનો જવાબ આપી શકી નહિ.
ખણખોદ
કોંગ્રેસમાં જોડાયેલા શત્રુઘ્ન સિંહાએ કહ્યું છે કે તેમની દિકરીને ‘રાહુલ ગાંધી ભોલાપન’નો એવોર્ડ મળવો જોઈએ.
***
ખબર
પોતાની ફિલ્મો સતત ફ્લોપ ગયા પછી શાહરુખ ખાને એક વરસનો બ્રેક લીધો છે.
ખણખોદ
અરેરે, એના કરતાં મોદી સાહેબના ખભે માથું નાંખીને રડી લેવું હતું ને ? લોકોની સિમ્પથી મળી જાત.
***
ખબર
ગવાસ્કર કહે છે કે સતત ફ્લોપ થઈ રહેલા રિષભ પંતને 5મા ક્રમે મોકલવો જોઈએ.
ખણખોદ
અમે કહીએ છીએ કે રિષભ પંતને તો હવે 12મા ક્રમે જ રાખવો જોઈએ. સારો લાગશે.
***
ખબર
રૂપાણી સાહેબ કહે છે કે ગુજરાતના બિલ્ડરો દુબઈની જેમ 50-60 માળનાં બિલ્ડીંગ બનાવશે તો હું પોતે પરમિશન આપીશ.
ખણખોદ
હા સાહેબ,પણ પેલાં 4-5 માળનાં ખખડી ગયેલાં ખતરનાક મકાનોની પરમિશનો તો ચાલુ જ રાખજો, હોં ?
***
ખબર
અમિત શાહે કહ્યું છે કે હવે દેશમાં ‘એક દેશ, એક કાર્ડ’નો અમલ થશે.
ખણખોદ
મારી નાંખ્યા ! ‘એક દેશ, એક ટેક્સ’નો હાહાકાર હજી ઓછો નથી થયો ત્યાં તો તેની સિકવલ પણ આવી ગઈ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment