સોશિયલ મિડીયામાં એક મેસેજ ફરે છે :
“રાહ મેં ઉનસે
મુલાકાત હો ગઈ
જિસ સે ડરતે થે
વોહી બાત હો ગઈ…
…આમાં કવિને ટ્રાફિક પોલીસવાળો મળી ગયો લાગે છે.”
***
લો, એવા થોડા બીજા મેસેજો વાંચો. (પસંદ પડે તો ફોરવર્ડ કરો.)
‘યૂં હી કોઈ
મિલ ગયા થા
સરે રાહ ચલતે ચલતે…’
- આમાં કવિ સ્કુટર લીધા વિના ચાલતા ચાલતા નીકળ્યા હતા પણ એ જ પોલીસવાળાને રસ્તે ઊભેલો જોઈને કારણ વિના ડરી ગયા લાગે છે !
***
‘મૈં અકેલા હી ચલા થા
જાનિબે-મંઝિલ મગર
લોગ સાથ આતે ગયે
કારવાં બનતા ગયા…’
-આમાં કવિ PUCની લાંબી લાઈનમાં ઊભા છે…
***
‘દિવાના મુજ સા નહીં
ઈસ અંબર કે નીચે
આગે હૈ કાતિલ મેરા
ઔર મૈં પીછે પીછે…’
- આમાં કવિ ચૂપચાપ કોઈ પોલીસવાળાની પીઠ પાછળ પોતાનું સ્કુટી ધીમે ધીમે ચલાવતા જઈ રહ્યા લાગે છે..
***
‘સર-ફરોશી કી તમન્ના
અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતના
બાજુ-એ-કાતિલ મેં હૈ…’
- આમાં હેલ્મેટની કિંમત ના પોષાતાં કવિ માથે તપેલી પહેરીને નીકળી પડ્યા છે….
***
‘એક રસ્તા.. આહા, આહા
દો રાહી.. આહા, આહા
એક ચોર… એક સિપાહી
આહા, આહા..’
- આમાં કવિ જોઈ રહ્યા છે કે પોલીસવાળો કોઈ ગુનેગારને પાછળ બેસાડીને કોર્ટમાં લઈ જઈ રહ્યો છે અને બન્નેએ હેલ્મેટ નથી પહેરી !
આહા… આહા…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment