આજે સુરતમાં એક ‘ફાર્ટ-કોમ્પિટીશન’ યાને કે ‘પાદવાની’ સ્પર્ધા થવાની છે ! એના નિયમો શું છે તે નથી ખબર, પણ અમારા હિસાબે આવા નિયમો હોવા જોઈએ…
***
નિયમ (1)
સ્પર્ધકો માટે બે માઈક રાખવામાં આવશે. એક માઈક નોર્મલ ઊંચાઈનું હશે જેમાં સ્પર્ધકે પોતાનું નામ વગેરે બોલવાનું રહેશે.
બીજું માઈક ઓછી ઊંચાઈનું હશે, જેની સામે પોતાની પૂંઠ ધરીને પાદવાનું રહેશે.
***
નિયમ (2)
સ્પર્ધકોને ‘પાદક’ કહેવામાં આવશે. દરેક પાદકે પોતાની કમર નીચે પહેરેલું પેન્ટ, પાયજામો કે ચડ્ડી.. અવાજ તથા ગંધને અવરોધે નહીં તેવું પહેરવાનું રહેશે.
***
નિયમ (3)
જો પાદકના વસ્ત્રમાં ગંધ ફેલાવનારો પદાર્થ સંતાડેલો હશે અને જો ચેકિંગમાં પકડાઈ જશે તો તે પાદકને હરિફાઈની બહાર કાઢી મુકવામાં આવશે.
***
નિયમ (4)
આ સ્પર્ધામાં અવાજની એક જ કેટેગરી છે પરંતુ ગંધની ચાર કેટેગરીમાં ઈનામ અપાશે. ખાટી ગંધ, મીઠી ગંધ, કડવી ગંધ તથા તૂરી ગંધ.
***
નિયમ (5)
અવાજનું લેવલ ઓડિયો-મીટર વડે નક્કી થશે પણ ગંધની ગુણવત્તા બાબતે નિર્ણાયકના 'નાક'નો ફેંસલો અંતિમ ગણાશે.
***
નિયમ (6)
દરેક પાદક સ્ટેજ ઉપર આવે એ પહેલાં નિર્ણાયકો પોતાના નાકની આસપાસ એર-ફ્રેશનર છાંટશે જેથી આગળના સ્પર્ધકની ‘પાદ-ગંધ’ સાથે કોઈ ભેળસેળ થાયનહીં.
***
નિયમ (7)
સ્પર્ધામાં એક ‘સંગીતમય પાદ’ની કેટેગરી પણ રાખી છે. જેમાં પાદકો પીપૂડી, શરણાઈ, બ્યુગલ તથા બેન્ડવાજાં સુધીના અવાજો કાઢી શકે છે.
***
નિયમ (8)
દરેક સ્પર્ધકને સ્ટેજ ઉપર આવીને માત્ર ત્રણ વાર પાદવા મળશે. એ સિવાય ઓડિયન્સમાં ઊભા રહીને મન ફાવે એમ પાદ-પાદ કરવાની છૂટ નથી !
- અને હા, સ્પર્ધાના આયોજકોએ સ્પર્ધા પત્યા પછી PUC ઓકેનું સર્ટિ. કઢાવવાનું રહેશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment