કોલેજીયન સપનાં... શાયરીમાં !


કોલેજ તો હોય

પણ ક્લાસિઝ ના હોય

ને ક્લાસિઝ જો હોય

તો એમાં ‘લેક્ચર’ ના હોય !

***

લેકચર તો હોય

પણ બોરિંગ ના હોય

ને બોરિંગ જો હોય

તો ક્લાસમાં ગોદડાં હોય !

***

એકઝામ તો હોય

પણ રિઝલ્ટ ના હોય

ને રિઝલ્ટ જો હોય

તો બધા ‘પાસ’ હોય !

***

ચલો, ડિગ્રી તો હોય

પણ પછી નોકરી ના હોય

ને નોકરી જો હોય

તો ત્યાં…

બધી છોકરીઓ જ હોય !

***

છોકરી તો હોય

પણ પછી મેરેજ ના હોય

ને મેરેજ જો હોય

તો મસ્ત સાળી પણ હોય !

***

ફિલ્મો તો હોય

પણ એમાં ટિકિટ ના હોય

ને ટિકિટ જો હોય

તો ગર્લફ્રેન્ડે લીધી હોય !

***

મોલ તો હોય

પણ ત્યાં બધું ફ્રી હોય

ને જો ફ્રી ના હોય

તો ક્રેડિટ કાર્ડ ડેડીનું હોય !

***

બિઝનેસ તો હોય

પણ એમાં મહેનત ના હોય

ને મહેનત જો હોય

તો સેકસી સેક્રેટરી હોય !

***

ઇન્કમ તો હોય

પણ ટેક્સ જ ના હોય

ને ટેક્સ જો હોય

તો મામા  મિનિસ્ટર હોય !

***

કાર તો હોય

પણ એના હપ્તા ના હોય

ને હપ્તા જો હોય

તો ચૂકવવાના ના હોય !

***

સપનાં તો હોય

પણ સાચાં ના હોય

ને સાચાં જો હોય

તો આળસુનાં હોય !

***

દેશ તો હોય

દેશભક્તિના હોય

ને દેશભક્તિ જો હોય

તો ફિલ્મોમાં જ હોય !

***

- મન્નુ શેખચલ્લી

Comments