પાક.ના વેપાર-બંધ ની આડ-અસરો !


ઈમરાનખાને ચીડાઈને ભારત સાથેનો તમામ વેપાર બંધ કરી દીધો ! એટલું જ નહિ, હવાઈ-માર્ગ પણ બંધ કર્યો…

આની શી અસર થઈ રહી છે ?

***

સૌથી પહેલાં તો ચાઈના-મેઈડ હથિયારો કાશ્મીરમાં સપ્લાય કરનાર દલાલોના ફોન આવવા લાગ્યા છે :

“જનાબ ! અબ હમ હથિયાર કા વ્યાપાર ભી બંદ કરેં ?”

***

એનાથી કફોડી હાલત પાકિસ્તાનના ઝંડા બનાવી બનાવીને કાશ્મીરમાં સપ્લાય કરનારાની થઈ છે !

“ઈમરાનભાઈ, આપ ને તો હમારા ધંધા હી ચૌપટ કર દિયા !”

***

પાકિસ્તાનમાં પાન ખાવાનો શોખ ધરાવનારા ઈમરાનખાનના કાન ખાઈ ગયા છે :

“જનાબ ! અબ હમારે બનારસી ઔર કલકત્તી પાન કહાં સે આયેંગે ?”

ઈમરાનખાન અકળાઈને જવાબ આપી રહ્યા છે : “હરામીઓં ! અબ દૂબઈ સે ખજૂર કે પાન મંગવા કર ખાયા કરો !”

***

આ અગાઉ જ્યારે ભારતની ટ્રકો પાકિસ્તાનમાં જતાં અટકી ગઈ હતી ત્યારે ત્યાં ટામેટાંના ભાવ આસમાને પહોંચી ગયા હતા !

આ વખતે પણ એ જ હાલત થવાની. ટામેટા શોધ્યાં નહિ જડે !

છતાં, ધૂંધવાયેલા ઈમરાન ખાનને તેના સેક્રેટરી આશ્વાસન આપતાં કહેતા હશે : “જનાબ, યું દેખા જાય તો આપ કી 50 પરસેન્ટ ઈજ્જત બચ જાયેગી.”

“વો કૈસે ?”

“અબ તો પબ્લિક સિર્ફ સડે હુએ અંડે હી માર પાયેગી ના ? ક્યું કિ, સડે હુએ ટમાટર તો પુરે પાકિસ્તાન સે ગાયબ હો જાયેંગે !”

***

દરમ્યાનમાં પાકિસ્તાની આતંકવાદી સંગઠનોએ માગણી કરી છે કે ‘ખાલી પડેલા’ હવાઈ માર્ગ ઉપર જઈને અમને ઉડતાં ડ્રોન પકડવાની છૂટ આપો !

***

જવાબમાં પાકિસ્તાની સરકાર કહે છે “ના! એ હવાઈ માર્ગ ઉપર ડ્રોન વડે દોરીની કિન્ના બાંધીને અવકાશમાં ચંદ્રયાન ઉડાડવાની પ્રેક્ટિસ કરવાની છે !”

***

- મન્નુ શેખચલ્લી

Comments