(ભારતીય બંધારણની ‘દફા-૩૭૦’ રદ થવાથી પાકિસ્તાનમાં કેવો માહૌલ છે ? પ્રસ્તુત છે ખ્યાતનામ ઉર્દૂ શાયરોની પેરોડી શાયરીઓ... સમજુતી સાથે.)
***
(બિચારા પાક. નેતાઓ કાશ્મીરની ભોળી જનતા માટે આંસુ વહાવી રહ્યા છે)
હમ કો ઉન સે હૈ
‘વફા’ કી ઉમ્મીદ,
જો નહીં જાનતે
‘દફા-370’ ક્યા હૈ !
***
( પાક. શાયરો કનૈયા કુમાર જેવાઓ માટે પણ રડી રહ્યા છે.)
‘અંજામ-એ-દફા’ હૈ યે
જિસ ને ભી જુર્રત કી,
‘ટુકડે-ટુકડે’ કી દુઆ માંગી
તો સાથ જીને કી સજા મિલી !
***
( પછી પોતાના હતાશ દિલને દિલાસો આપતાં રડે છે.)
ક્યું પશેમાં હૈ અગર
વાદા-એ-વફા હો ન સકા,
કુછ ‘દફા’ ભી હોતી હૈં..
તૂટ જાને કે લિયે !
***
( મહેબૂબા મૂફ્તીનું પણ કંઈ ઉપજતું નથી...)
ઉડ ગઈ યું ‘દફા’
જમાને સે –
ગોયા કભી કિસી
‘મહેબૂબા’મેં થી હી નહીં !
***
( લગભગ દરેક દેશ પાકિસ્તાનને આઘા રહેવાની ચેતવણી આપી રહ્યા છે. એ પણ રડાવી જાય છે...)
એક મુલ્ક સે
વફા કરને કા હમેં
યે તોહફા મિલા,
જાને કિતને મુલ્કોં કી
આજ બદ-દુઆએં
સાથ હૈં !
***
( તોય એમના પોતાના દેશમાં સરમુખત્યારો દ્વારા થયેલા જુલમ યાદ નથી આવતા ! બસ, ૩૭૦નું જ રુદન જારી છે)
ના ઉન કે સિતમ યાદ
ના અપની ‘દફાએં ’ યાદ
અબ મુઝ કો નહીં
કુછ ભી...
370 કે સિવા યાદ !
***
( ઉપરથી ઇમરાન ખાન સાવ નકામો નીકળ્યો !)
રુસવાઈ, બે-રૂખી,
જિલ્લત-ઓ-ઠહાકે...
ઈમરાન કે સીને મેં હૈં
યે ખંજર ‘દફા’ કે સારે !
***
(કાશ્મીર તો જાણે એમનું ભાડૂતી ઘર હતું ! હવે એ પણ ગયું...)
જિહાદ, આઝાદી,
અબ્દુલ્લા... મહેબૂબા...
‘દફા-દર-દફા’ કિતને
કિરાયેદાર બદલ ગયે !
***
( છેવટે મોડે મોડેથી ભાન થયું છે કે..)
તવારીખ મેં બરાબર હૈં
‘વફા’ હો કિ ‘દફા’ હો,
બચી હૈ અબ ભી ઈજ્જત
....ચલો, હિન્દુસ્તાં સે દફા હો !
***
( બસ, હવે તો તૂટેલા દિલ ઉપર મરહમ લગાવો, બીજું શું ?)
‘ઉમર’ લગ જાતી હૈ
‘મહેબૂબા’ કો મનાને મેં,
વરના દિવાના ન હોતા
‘અબ્દુલા’ બેગાની શાદી મેં !
***
( કાન પકડી ને કબૂલ કરવાના દહાડા આવ્યા છે કે..)
ગુનાહ કર કે
સજા સે ડરતે હૈં,
ઝહેર પી કર
દવા સે ડરતે હૈં,
દુશ્મનોં કે સિતમ કા
ખૌફ નહીં,
હમ તો મોદી કી
વફા સે ડરતે હૈં !
***
( આખરે થોડી જે આહ બચી છે, તે આ રીતે શાયરીમાં ઢળીને આવે છે...)
યહી બહોત થા
કિ કાયમ રહા
‘દફા’ કા ભરમ,
વરના કોઈ કિસી કા
કબ હુઆ હૈ
‘ઉમ્ર-ભર’ કે લિયે !
***
- મન્નુ શેખચલ્લી
Vah...
ReplyDelete