કોણે કહ્યું કે જગતમાં
સંપ ત્યાં જંપ છે ?
વાહ ભઈ વાહ.
કોણે કહ્યું કે જગતમાં
સંપ ત્યાં જંપ છે ?
‘કૃપા કરી ધીમે હાંકો...
આગળ બમ્પ છે !’
***
મને એવો ભ્રમ હતો
કે દુનિયામાં સૌ સંત છે.
સાંભળજો...
મને એવો ભ્રમ હતો
કે દુનિયામાં સૌ સંત છે..
પણ જરા થોભો, આગળ
‘કામ ચાલુ, રસ્તો બંધ છે !’
***
મુન્ની યહાં બદનામ હૂઈ
શીલા કે જવાની મસ્ત હૈ
ક્યા બાત હૈ
મુન્ની યહાં બદનામ હૂઈ
શીલા કી જવાની મસ્ત હૈ
‘કૃપ્યા ધ્યાન દેં
ઈસ તરફ કી સભી
લાઈનેં વ્યસ્ત હૈં !’
***
સોચા ન થા, મેરીવાલી
ઐસે ધોકા દે જાયેગી
દર્દ તો દેખિયે...
સોચા ન થા, મેરીવાલી
ઐસે ધોકા દે જાયેગી.
‘પ્લેટફોર્મ નંબર
તીન પે આનેવાલી ગાડી
પ્લેટફોર્મ નંબર
પાંચ સે જાયેગી !’
***
આવાઝ હૈ પતલી
ઔર ઝાડતે હો રૌફ ?
જાઓ... જાઓ...
આવાઝ હૈ પતલી
ઔર ઝાડતે હો રૌફ ?
‘ધ નંબર યુ આર ટ્રાઈંગ
ઈઝ કરન્ટલી
સ્વીચ્ડ-ઓફ !’
***
પ્યાર મેં ઈતને
ઈમ્તેહાન ન લે !
સુનિયેગા...
પ્યાર મેં ઈતને
ઈમ્તેહાન ન લે !
‘કૃપયા, ડાયલ કિયા ગયા
નંબર જાંચ લે !’
***
દુનિયા કેટલી બેદર્દ,
એને કેવો ઘમંડ છે ?
અરેરે...
દુનિયા કેટલી બેદર્દ
એને કેવો ઘમંડ છે ?
‘અહીં ગમે ત્યાં થૂંકનારને
500 રૂપિયા દંડ છે !’
***
મસ્તીમાં છો ?
આનંદમાં છો ?
રોમાન્સના કોઈ
મૂડમાં છો ?
આહાહા...
મસ્તીમાં છો ?
આનંદમાં છો ?
રોમાન્સના કોઈ
મૂડમાં છો ?
બસ, યાદ રાખો એટલું
‘તમે CCTVની
નજરમાં છો !’
***
શા માટે સમસ્યાઓને
જીવનમાં હાવી કરવી ?
બોલો.
શા માટે સમસ્યાઓને
જીવનમાં હાવી કરવી
બસ, ‘આ ચાર સીટ
બહેનો માટે ખાલી કરવી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment