વડોદરાનાં 'મગર' ગાયનો !


વડોદરામાં પૂર આવતાંની સાથે કેટલાક મગર વિશ્વામિત્રિ નદીમાંથી તણાઈને સોસાયટીઓમાં પહોંચી ગયા છે !

સિનેરિયો ડરામણો કહેવાય, પરંતુ વડોદરાવાસીઓની સેન્સ ઓફ હ્યુમર અહીં જ ખીલી છે !

***

એક મિત્રએ મેસેજ લખ્યો છે :

“કાલે રાત સુધી એ વિકરાળ નદીવાસીઓની મેં ખૂબ રાહ જોઈ. પછી ગાયું :

“ચાંદ ફિર નિકલા, ‘મગર’ તુમ ન આયે…”

***

‘મગર’ શબ્દને લઈને ફિલ્મી ગાયનોની બીજી સિચ્યુએશનો પણ વિચારાઈ રહી છે ! જેમ કે…

એક એનિમલ લવર કેડ-સમાણાં પાણીમાં ઘરે જઈ રહ્યો છે પણ સામે જ એક ખતરનાક મગર દેખાય છે ! એનિમલ લવર ધ્રુજતા અવાજે ગાવા લાગે છે :

“મુજે તુમ સે મહોબ્બત હૈ, ‘મગર’ મૈં કહ નહીં સકતા !”

***

બીજી એક ગલી એવી છે કે જ્યાં એક સામટા છ-સાત મગરો ચાલી રહ્યા છે ! ગલીમાં એન્ટર થનારો માણસ ડઘાઈ ગયો છે ! એના મોંમાંથી ગીતના શબ્દો સરી પડે છે :

“હૈ યે કૈસી ડગર ? ચલતે હૈં સબ ‘મગર’… કોઈ સમઝા નહીં ! કોઈ જાના નહીં !”

***

એક નાનકડો બાબો પાણીમાં કાગળની હોડી બનાવીને તરાવી રહ્યો હતો. ત્યાં એક મગર આવીને હોડી ચાવી ગયો ! બાબો રિક્વેસ્ટ કરે છે :

“‘મગર’ મુજ કો લૌટા દો, બચપન કા સાવન… વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની !”

***

અને આ તો અલ્ટિમેટ સિચ્યુએશન છે : એક મગરે એક સુંદર યુવતીનો પગ પકડી લીધો છે. (એને બહુ ગમી ગઈ હશે, એટલે) હવે એ મગર ગાઈ રહ્યો છે :

શર્મ આતી હૈ મગર, આજ યે કહેના હોગા, અબ હમેં આપ કે કદમોં હી મેં, રહેના હોગા…”

***

એટલું જ નહીં, બીજા એક મગરે તો એક યુવતીના ગાલ ઉપર કીસ કરીને સેલ્ફી લીધી ! યુવતીએ ચીસાચીસ કરી મૂકી. મગરે નીચે ગાયન લખ્યું :

“મગર… મગર… મગર..
મૈં ને હોઠો સે લગાઈ તો, હંગામા હો ગયા !”

***

- મન્નુ શેખચલ્લી

Comments