સમાચાર ઉપર મમરો !


સમાચાર

ઈમરાન ખાને પાક. આર્મી ચીફ બાજવાને વધુ ત્રણ વરસ માટે ચાલુ રાખ્યા.

મમરો

કારણ કે બાજવાને હવે ફાવી ગયું છે ! આવતા ત્રણ વરસમાં તે કહ્યા કરશે. “ખોટી વાત છે, POKમાં કોઈ હૂમલો થયો જ નથી... POKમાં ભારતીય સૈન્ય ઘૂસ્યું જ નથી... POKનો કોઈ ભાગ ભારતના તાબામાં નથી...”

***

સમાચાર

પી. ચિદમ્બરમ્ 304 કરોડના INX કૌભાંડમાં મુખ્ય સુત્રધાર જાહેર થયા. CBI ધરપકડ માટે પહોંચી. ચિદમ્બરમ્ ઘરેથી ગાયબ... આખરે થઈ ધરપકડ.

મમરો

ચિદમ્બરમ્જી, આ કોંગ્રેસ નથી, કોર્ટ છે. વડાપ્રધાનના ભાષણનાં ‘વખાણ’ કરવાથી કંઈ ધરપકડ ટળે નહિ !

***

સમાચાર

મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ જોડે ફોન પર વાત કરી એ પછી થોડી જ વારમાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાનને ફોન કર્યો હતો.

મમરો

મોદીએ ટ્રમ્પને કહ્યું હશે “અમારી પાસે ખૂફિયા ઈન્ફરમેશન છે.... ઈમરાન તમને ખાનગીમાં મિટિંગોમાં ‘પેલો ડોબો ડોનાલ્ડ ડક’ એમ કહીને બોલાવે છે ! ”

***

સમાચાર

પ્રિયંકા ચોપરા પાસે કોઈ કામ નથી.

મમરો

જોયું ? ઈન્ટર-કાસ્ટ મેરેજમાં કુંડળી મેચ કર્યા વિના ઘર-જમાઈ લાવો તો આવું જ થાય !

***

સમાચાર

પાકિસ્તાન કહે છે કે ભારતે સતલજ નદીમાં લાખો ક્યુસેક પાણી અમને સૂચના આપ્યા વિના જ છોડી મુક્યું.

મમરો

ભાઈ, અમે તો ‘સૂચના’ જ આપી હતી પણ તમે એને ‘ધમકી’ સમજીને આખી દુનિયામાં રડારોડ કરવામાં બિઝી હતા !

***

સમાચાર

અમદાવાદમાં દારૂની મહેફિલ માણતાં 20 જણા પકડાયા.

મમરો

હવે તો કાશ્મીરમાં એક 'ગુજરાતી ગેસ્ટ હાઉસ' લઈ જ લેવું જોઈએ ! સાલી, દારૂબંધીની ઝંઝટ તો નહીં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments