કોંગ્રેસના નવાં પ્રમુખ, એટલે કે જુનાં જ પ્રમુખ, પરંતુ હાલમાં જ નીમાયેલાં નવાં પ્રમુખ સોનિયાજીની તબિયત બહુ ખરાબ છે.
જો કે કોંગ્રેસને જે બિમારીઓ વળગી છે તેનાં કરતાં સોનિયાજીની બિમારીઓ ઓછી ગંભીર છે.
કેટલાક ખૂફિયા રિપોર્ટો મુજબ સોનિયાજીને અમુક ખાસ પ્રકારની ભેદી બિમારીઓ છે...
***
(1) સિલેક્ટિવ હિયરીંગ
બિચારા કોંગ્રેસીઓ માને છે કે સોનિયાજી કોઈનું કશું સાંભળતાં જ નથી !
હકીકતમાં એવું નથી. સોનિયાજી હંમેશાં એમના વિશ્વાસુઓની કાન-ભંભેરણી સાંભળે છે !
***
(2) ટંગ-ટ્વિસ્ટીંગ સ્પીકિંગ
બિચારા કોંગ્રેસીઓ માને છે કે મેડમ કદી કશું બોલતાં જ નથી !
હકીકતમાં સોનિયાજી બોલતાં નથી, ‘લખેલું વાંચે’ છે ! જેમાં તેઓ સાવ નવા નવા જ ટાઈપનાં ‘હિન્ડી’ ‘ઉચ્ચારાન’ 'વગેર્રા' કી ‘ઈજાજ’ કરને કા ‘પ્રાયાટ્નાઆ’… કરી રહ્યાં છે.
***
(3) સિલેક્ટીવ વિઝન
બિચારા કોંગ્રેસીઓ માને છે કે મેડમને બધું જ દેખાય છે પણ કશું બોલતાં નથી !
હકીકતમાં સોનિયાની સિલેક્ટીવ વિઝન બિમારીમાં તેમને રાહુલબાબાની કોઈ ભૂલ દેખાતી જ નથી!
***
(4) ડિફેક્ટીવ રિમોટ
દસ વરસ સુધી બિચારા મનમોહનસિંહ સોનિયાજીના રિમોટ વડે ‘મ્યુટ’ રહ્યાં એના લીધે કોંગ્રેસીઓ માને છે કે મેડમ પાસે બહુ પાવરફુલ રિમોટ છે.
હકીકતમાં એ રિમોટમાં આજકાલ રાહુલબાબાની બેટરીઓ નાંખેલી છે એટલે બટન દાબ્યાં પછી છેક 55 દિવસે તેની અસર થાય છે !
***
(5) સિરિયલ મમ્મી-માઈન્ડ-હાર્ટ
સોનિયાજી ભલે સિરિયલો ના જોતાં હોય પરંતુ એમનું મન, ખાસ કરીને હૃદય, એક ‘મા’નું બની ગયું છે :
“મ્યેં એક માંન્ હો કાર રાહુલ ઔર પ્રિયાન્કા કો કેસ્સે નાઝાર-અન્ડાઝ કાર સકટી હૂન?”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment