ગાંધીનગરના વિસ્તારોનાં નવાં નામો !


બે દિવસથી આપણે મારા-તમારા શહેરના ફાલતુ અને પોશ વિસ્તારોનાં નવાં અને સટિક નામો પાડી રહ્યા છીએ...

પણ જે સરકારી નગરી છે, યાને કે ગાંધીનગર, ત્યાંની તો વાત જ અલગ હોય ને !

બોલો, ગાંધીનગરના વિવિધ વિસ્તારોના આ નામો બંધબેસતા આવે છે કે નહિં ?

***

અરજીનાકું...

ધક્કા-ચોકડી..

રિશ્વત-ગલી...

ફાઈલોના ફાંટા આગળ...

કટકી બજારની પાછળ...

અધિકારીનો ઝાંપો...

ધારાસભ્યની ખડકી..

મુખ્યમંત્રીનો કિલ્લો...

મિનિસ્ટરોનો મહોલ્લો...

***

ઝેડ-સિક્યોરીટી ઝોન...

લાલ-ભૂરી લાઈટ લેન...

ચેકિંગ ચોકડી...

વીઆઈપી સેક્ટર...

બાઈ-બાઈ ચાઈણી સર્કલ...

ઓળખાણપુરાનો ઓટલો...

લાગવગ ચોકનાં પગથિયાં...

ચમચાઓનો ચબૂતરો...

કટકી દલાલોનો ગોખલો...

નાના નેતાની હવેલી...

મોટા નેતાની મઢૂલી...

વિરોધપક્ષનો વંડો...

***

માત્ર ગાંધીનગર જ નહિ, દરેક જિલ્લા મથકો, તાલુકા મથકો અને મોટી સરકારી કચેરીઓના વિસ્તારનાં નવાં કોમન નામો હોઈ શકે છે...

ધરણાંચોક...

ભાષણ મેદાન..

રેલી માર્ગ..

દેખાવ ચાર-રસ્તા...

ઘેરાવ ચોકડી..

ભાડૂતી ભીડનું નાકું..

બેનર બજાર..

ઝંડા ગલી...

સ્લોગન-ચોક...

પ્રેસ-ફોટો પૂતળું...

સુતરની આંટીનું સ્ટેચ્યુ...

સત્યાગ્રહ પ્રદર્શન ગ્રાઉન્ડ...

લાઠીચાર્જ ચાર-રસ્તા...

કરફ્યુ કોલોની...

નાકાબંધી નાકા...

અને... ‘બંધ-એલાન’નું ઓપન-માર્કેટ !

***

- મન્નુ શેખચલ્લી

Comments