વર્લ્ડ કપના સ્પેશિયલ એવોર્ડઝ ...!

વર્લ્ડ-કપની ફાઈનલ પતે પછી બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર વગેરેના એવોર્ડોની જાહેરાત થાય કે ના થાય અમે તો અમુક કેટેગરીઓની જાહેરાત કરી જ નાંખી છે....


***

બેસ્ટ ઈન્જરી ઓફ વર્લ્ડ-કપ

શિખર ધવનને તો માત્ર હાથના અંગૂઠામાં ઈજા થઈ, પણ બોસ, સેમી ફાઈનલમાં તો ઈન્ડિયામાં લાખોનાં દિલ તૂટી ગયાં…

***

મોસ્ટ ફની ડ્રેસ ઈન વર્લ્ડ-કપ

પ્રેક્ષકોમાં કોઈ બતક બનીને આવ્યું, કોઈ રીંછ બનીને આવ્યું, કોઈએ ચહેરા પર લપેડા કર્યા તો કોઈએ નકલી વિગો પહેરી…

જોકે સૌથી હાસ્યસ્પદ કપડાંનો એવોર્ડ રણવીર સિંહને નામે જાય છે !

***

સૌથી સ્લો ઓવર-રેટ

સચિન તે્ડુલકર ! સેમી ફાઈનલની મેચમાં હજી આપણી પહેલી વિકટ પડી એની ‘વિશેષ ટિપ્પણી’ સચિને એટલી લાંબી ચલાવી કે એમાં બીજી બે વિકેટો પડી ગઈ !

***

સૌથી શ્રેષ્ઠ હાવભાવ

પાક. કેપ્ટન સરફરાઝનું પેલું બગાસું !

સૌથી સપાટ હાવભાવ

સેમી-ફાઈનલ વખતે રવિ શાસ્ત્રીનો ચહેરો !

***

સૌથી મોટી ગેર-સમજ

જ્યારે જ્યારે ઈન્ડિયન પ્લેયરના હાથમાંથી બોલ છટકી જતો  ત્યારે વિરાટ કોહલી મોટેથી જે કંઈ બોલતો હતો એમાં બિચારો ઇંગ્લેન્ડનો ‘બેન-સ્ટોક્સ’ એમ સમજતો હતો કે કોહલી મારું નામ લે છે !

***

સૌથી બેસ્ટ કમ-બેક

મોહમ્મદ શમીના કમ-બેકની વાત નથી.
બિચારા શિખર ધવન, વિજય શંકર અને કેદાર જાદવને જે રીતે પાછા ‘મોકલી’ આપવામાં આવ્યા એ ત્રણ કમ-બેકની વાત છે !

***

સૌથી બેસ્ટ થપ્પો

પેલા મયંક અગ્રવાલને વર્લ્ડ-કપમાં શા માટે બોલાવ્યો હતો ? થપ્પો કરવા માટે જ ને !

***

અને સૌથી મોટી રકમના વિજેતા

બુકીઓ. બીજું કોણ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments