વર્લ્ડ-કપની ફાઈનલ મેચમાં ‘ટાઈ’ પડી ! એટલું જ નહિ, ટાઈ પડ્યા પછી સુપર ઓવર રમવામાં આવી, એમાં પણ ‘ટાઈ’
પડી !
સરવાળે મામલો એમ થયો કે...
***
આ વર્લ્ડ-કપમાં સ્કીમ હતી : “એક ટાઈ ઉપર બીજી ટાઈ ફ્રી !”
***
આ બંને ટાઈ શા માટે પડી ?
કારણ કે ઓવરના છેલ્લા બોલે છેલ્લો રન દોડવા જતાં વિકેટો ‘અં-ટાઈ’ ગઈ !
***
આખા વર્લ્ડ-કપ દરમ્યાન ઠેર ઠેર ટાઈ જ ટાઈ હતી...
‘પિ-ટાઈ’ થઈ પાકિસ્તાનની
‘ક-ટાઈ’ ગયું ભારતનું દિમાગ
‘વ-ટાઈ‘ ગયો વેસ્ટ-ઈન્ડિઝનો ભાંગરો
‘દ-ટાઈ’ ગયાં દ. આફ્રિકાનાં સપનાં
અને ઈંગ્લેન્ડનું સ્વાગત થયું લાલ ‘ચ-ટાઈ’ વડે !
***
ટુંકમાં, આ ફાઈનલ કંઈ ‘ટાઈ-ટાઈ ફીશ્શ્શ’ નહોતી...
આ તો ‘ટાઈ-ટાઈ-ફીનીશ’ હતી !
***
ઇંગ્લેન્ડના પ્રેક્ષકોની તો માનસિક હાલત ખરાબ હતી.
ઘડીકમાં ‘હાઈ-ટાઈ-ડ’ તો ઘડીકમાં ‘લો-ટાઈ-ડ’ની લહેર ફરી વળતી હતી !
***
છતાં ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ-કપને એ રીતે બચાવી લાવી જાણે આખેઆખી ડૂબતી ‘ટાઈ-ટેનિક’ બચાવી લાવ્યા હોય !
***
જે ક્ષણે ટાઈ પડી એ જ ક્ષણે જેકી શ્રોફનો દિકરો ટીવીમાં દેખાયો હોત તો ?
તો એને ‘ટાઈ-ગર’ મોમેન્ટ કહેવાત !
***
સુપર ઓવરમાં ટાઈ પડે પછી કોઈ એક ટીમને વિજેતા માનવા માટે કેમ આવો વાહિયાત નિયમ બનાવાયો છે ?
- કારણ કે કોઈ ટીમને ઈનામની ભાગ ‘બ-ટાઈ’ મંજુર નથી હોતી !
***
યે, વો ટાઈ હૈ
જો હિસ્ટ્રી સે ના કભી
‘હ-ટાઈ’ જાયેગી !
ના હી ઉસ કી કિંમત
‘ઘ-ટાઈ’ જાયેગી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment