નામ હોય ‘કવિ દલપતરામ માર્ગ’ પણ એની ઉપર રાતે બેઠા હોય દારૂડીયાઓ...
નામ હોય ‘મહારાજા સયાજીરાવ માર્ગ’… પરંતુ દિવસે ત્યાં ભિખારીઓ ભીખ માંગતા હોય...
નામ રાખ્યા છે ‘ગાંધીમાર્ગ’… પરંતુ ત્યાં જ દર વરસે હિંસક રમખાણો થતાં હોય !
આવું તો ચાલતું જ રહેવાનું પણ આજકાલ વરસાદને કારણે (અને બારે મહિને તંત્રોની બેકાળજીને કારણે) અમુક વિસ્તારો, રસ્તાઓ અને લેન્ડ-માર્કોનાં નામો ખરેખર નવેસરથી પાડવાં જેવાં છે ! જેમકે...
***
સુધરાઈલક્ષી નામો
ખાડા-ટેકરાનગર..
ભૂવા-રોડ..
લાઈટ-ગૂલ ચાર રસ્તા..
ઉકરડા-ગલી...
મચ્છર-પુરા...
માખી-પોળ...
ગટરખોદ માર્ગ...
ખાબોચિયાં ચોકડી...
ડ્રેઈન-વોટર તળાવડી...
રોગચાળાની ટાંકી...
મેલેરિયા મચ્છર ગાર્ડન...
કિચ્ચડ સરોવર...
કાદવ તલાવડી...
***
ટ્રાફિકલક્ષી નામો
કામ-ચાલુ રસ્તો-બંધ માર્ગ...
પરમેનેન્ટ ડાયવર્ઝ રોડ...
ટ્રાફિક જામ ચાર રસ્તા..
ટાઈમપાસ રેલ્વે ફાટક...
ધક્કા-મુક્કી બસ ટર્મિનસ..
લારી-ગલ્લા દબાણ માર્ગ..
ખિસ્સાકાતરુ બસ-સ્ટોપ
પંચવર્ષીય ઓવર-બ્રિજ....
સ્વીમિંગ પુલ અંડર-પાસ...
ભોંભોં-પીપી હોર્ન ઝોન...
બીઆરટીએસ એક્સિડેન્ટ ઝોન...
લૂંટણિયા રીક્ષા-સ્ટેન્ડ...
***
દારૂબંધીલક્ષી નામો
લઠ્ઠાનગર...
પોટલી ગલી...
બાટલી બજાર..
હપ્તા ચોકડી...
દેશી દારૂની પોળ...
વહીવટદારનો વંડો...
ફોરેન-લિકર કોલોની...
અને,
દારૂડિયાની ‘ચાલ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment