પાકિસ્તાની ઇન્સાન .... ચાંદ પે ?!


જ્યારથી પાકિસ્તાનના કોઈ મિનીસ્ટરે જાહેર કર્યું છે કે 2022માં પાકિસ્તાન ચંદ્ર ઉપર માનવીને મોકલવાનો પ્લાન બનાવી રહ્યું છે….

ત્યારથી પાકિસ્તાનમાં ‘જોક્સ’ તો ફાટી જ નીકળી છે, પરંતુ અમુક લોકો આ બાબતે ખુબ જ ‘સિરીયસ’ પણ છે !

***

એક 85 વરસના રિટાયર્ડ આર્મી ઓફિસર સરકારી હોસ્પિટલની વ્હીલચેર પર બેઠાં બેઠાં ધોળે દિવસે ‘પ્લાન’ બનાવી રહ્યા છે કે..

“એક બાર હિન્દુસ્તાનવાલે ચાંદ પર પહુંચ જાયે, બસ..! ઉસકે બાદ હમ વહાં જાકર ઘૂસ જાયેંગે ઔર ‘પાકિસ્તાન ઓક્યુપાઈડ મુન’ (POM) બના ડાલેંગે !”

***

બીજા બે 87 અને 89 વરસના બુઢ્ઢાઓ થછે, જે મહંમદ અલી ઝીણાના ચેલાઓ છે. એ બન્ને સખત ગુસ્સામાં છે કે…

“હમ ને તો 1947મેં હી પાકિસ્તાની ફ્લેગ પે ચાંદ કા નક્શા બનાકર ડાલ હી દિયા થા ! લેકિન અબ તક ઉસ કી સુનવાઈ UN મેં ક્યું નહીં કરવા પાયે ? લાનત હૈ સારે પાકિસ્તાની લીડરોં પે !”

***

બીજી તરફ લાહોરના એક પાગલખાનાના બે પાગલો પાકિસ્તાનનો ઝંડો જોઈને વિચારી રહ્યા છે : એક કહે છે :

“લા હૌલ વિલા કુવ્વત ! કર દી ના ગલતી ? અબ હમેં ચાંદ કા ઈતના હી હિસ્સા મિલેગા જિતના ઝંડે મેં દિખાયા હૈ ”

બીજો કહે છે : “અબે ઘોંચુ, ઈસ મેં ભી બંટવારા હોગા ! ક્યું કિ ઈરાન, ઈરાક ઔર સિરિયા જૈસે 15 મુલ્કોંને અપને ઝંડે મેં ચાંદ દિખાકર ક્લેઈમ કર રખ્ખા હૈ !”

***

ત્રીજી તરફ આતંકવાદીઓ ડિમાન્ડ કરી રહ્યા છે કે “ચાંદ ઉપર જવાનો કોઈનો હક હોય તો એ અમારો જ છે.”

સરકાર કહે છે “ચાંદ ઉપર 'માનવી'ને મોકલવાની વાત છે. તમે તો આતંકવાદી છો.”

આતંકવાદીઓ કહે છે : “તો શું થયું ? ભારતના સેક્યુલરોને પૂછી જુઓ… બધા કહેશે કે આતંકવાદી આખરે તો ‘માનવી’ હોય છે !”

***

એક આતંકવાદીએ પ્લાન ઘડ્યો છે. “હું ઈન્ડિયામાં ઘૂસણખોરી કરવા જતાં જાણી જોઈને ગોળી ખાઈને મરી જઈશ !”

“કેમ ?”

“કારણ કે પછી હું સીધો જન્નતમાં જઈશ ને ? ત્યાંથી ચાંદ ઉપર જવામાં ‘શોર્ટ-કટ’ પડશે !”

***

- મન્નુ શેખચલ્લી

Comments