બે-ચાર દિવસ માટે મુંબઈ / દ. ગુજરાતમાં ધમાધમ વરસી ગયેલો વરસાદ હવે અટકી ગયો છે…
***
- ઓફિશીયલી તો ચોમાસુ ‘બેસી’ ગયું છે પણ ઉનાળો હજી ‘સ્ટેન્ડ-બાય’ છે ! જતો જ નથી…
***
- ઉપર આકાશમાં જાણે કોઈએ PAUSEનું બટન દબાવી દીધું છે ! પ્રોબ્લેમ એ છે કે હવે નથી ‘ફોરવર્ડ’ થતું, નથી ‘રિવર્સ’ જવાતું કે નથી ‘લોગ-આઉટ’ થવાતું…
…. જાણે વાદળો ‘હેંગ’ થઈ ગયાં છે !
***
- ધોળે દહાડે આકાશમાં દેખાતાં વાદળોને ધ્યાનથી જુઓ તો એવો ભ્રમ થાય છે કે એની ઉપર એક પેલું ‘વોટ્સએપ’વાળું લીલું ચકરડું છે… જે છેલ્લા 10 દિવસથી ગોળગોળ ફર્યા કરે છે !
***
- બે દિવસ પછી એ જ વાદળને આંખો ચોળીને જુઓ તો ત્યાં લખ્યું છે : DOWNLOAD FAILED… PLEASE TRY AGAIN.
મેઘરાજાએ આકાશમાં GIF બનાવીને મુક્યું છે કે શું ?
***
મોબાઈલમાં ‘વેધર’નું એપ ખોલીને જોઈએ છીએ તો યાર, વરસાદને બદલે તાપમાનનાં ફોરકાસ્ટ બતાડે છે !
***
… આપણને થાય કે બોસ, ERROR IN CONNECTION તો નથી ને ?
***
અલ્યા ભઈ, કોઈ મેઘરાજાને જઈને કહો કે પ્રભુ હવે તો વરસો ?
…. અહીં મોબાઈલમાં અમે ગરમાગરમ મકાઈના ભુટ્ટા,. વરાળ છોડતી ચા અને મસ્ત કડક દાળવડાના ફોટા ભેગા કરીને બેઠા છીએ !
પણ ‘સેન્ડ’ નથી થઈ શકતા…
***
‘મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે…’ એવું હું બાથરૂમમાં ઊભો ઊભો ગાતો હતો…
… ત્યાં શાવરમાંથી યે ગરમા ગરમ પાણી નીકળ્યું ! પ્રભુ, કમ સે કમ પાણીની ટાંકી ઠંડી થાય એટલું તો વરસો ?
***
મેં હમણાં જ નોટિસ કર્યું કે શોપિંગ સેન્ટરોમાં દુકાનદારો ‘મોન્સુન બોનાન્ઝા’નાં પાટિયાં ઉતારીને ફરીથી ‘હોટ સમર સેલ’નાં બોર્ડ લગાડવાં માંડ્યા છે !
***
અચ્છા, સાંભળો મેઘરાજા !
તમારા અને સુર્ય દેવતા વચ્ચે ‘ટાઈ’ તો નથી પડી ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment