કોંગ્રેસ પાર્ટી ભલે પોતાની હારનાં કારણો શોધવામાં ઠાગાઠૈયા કર્યા કરે પરંતુ બુધવારે ભારતીય ટીમ ન્યુઝિલેન્ડ સામેની સેમી-ફાઈનલ કેમ હારી ગઈ એનાં કારણો તો શોધવાં જ પડશે !
જુઓ, અમે નવ કારણો શોધી કાઢ્યાં છે…
***
એક
રવિ શાસ્ત્રીએ અમિત શાહની મદદ ના લીધી.
***
બે
માન્ચેસ્ટરમાં મોદી સાહેબની જાહેર સભા ના રાખી.
***
ત્રણ
મંગળવારે મેદાનમાં વરસાદ પડ્યો પછી મોટાભાગના જોનારાઓ પોતાની સીટ પરથી ખસી ગયા. (હલવાનું જ ના હોય ને !)
***
ચાર
સવાર સવારના ભારતીય ટીમના પ્લેયરોએ ક્યાંક રાહુલ ગાંધીનો ફોટો જોઈ લીધો હશે.
***
પાંચ
કોહલીને ખાનગીમાં ઓફર આવી હશે કે બોલો, કોંગ્રેસ-પ્રમુખ બનવું છે ? (એટલે ‘લાયકાત’ સિધ્ધ કરવા માટે હારી ગયો.)
***
છ
બુધવારે સવારે અનુષ્કાએ કોહલીને કહ્યું હશે : ‘છી છી… ગઈકાલે પહેરી હરી એ જ જર્સી પહેરીને તું ગ્રાઉન્ડમાં જઈશ ? હાય હાય, મારી બધી ફ્રેન્ડઝ કોમેન્ટ કરશે કે તારા ધણી પાસે કપડાં જ નથી ?’
***
સાત
રોહિત શર્માએ એની વાઈફને કહ્યું હશે કે કાલે પહેરેલું એ જ ટી-શર્ટ આજે પહેરવાનું છે !
એમાં ને એમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હશે. રોહિત શર્માની હટી ગઈ હશે અને એની વાઈફે ગુસ્સામાં આવીને બાબાનું ડાઈપર પણ નહિં બદલ્યું હોય !
***
આઠ
વીસ કરોડ પાકિસ્તાનીઓની બદ-દુઆ લાગી ગઈ… (ઈંગ્લેન્ડ સામે આપણે જાણી જોઈને હારી ગયા હતા ને !)
***
… અને નવ
આખા વર્લ્ડ-કપ દરમ્યાન ચાર, પાંચ, છ અને સાત નંબરના બેટ્સમેનો ફરિયાદ કરતા હતા “યાર… અમારે ભાગે તો છેલ્લી આઠ-દસ ઓવરો જ બેટિંગ માટે બચે છે !”
આમાં ને આમાં રોહિત-કોહલીને દયા આવી ગઈ..
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment