મહા-ફાલતુ શાયરીઓ ! (હાસ્ય કવિતા)

એકત્રીસ… બત્રીસ…

તેત્રીસ… ચોંત્રીસ..

વાહ વાહ.

એકત્રીસ… બત્રીસ…

તેત્રીસ… ચોંત્રીસ…

પછી ?

પાંત્રીસ… છત્રીસ…

સાડત્રીસ… આડત્રીસ…!

***

એકવીસ… બાવીસ....

તેવીસ…. ચોવીસ…

વાહ વાહ

એકવીસ.. બાવીસ…

તેવીસ… ચોવીસ…

પછી ?

લવલી, કિમામ

સોપારી, એકસો વીસ !

***

એબી… સીડી…

ઈએફ… જીએચ…

વાહ વાહ

એબી… સીડી…

ઈએફ.. જીએચ..

મોટેથી બોલો,

એબી… સીડી…

ઈએફ… જીએચ...

હા, પણ આગળ શું ?

આમ જ ચાલુ રાખો,

છેલ્લે આવશે 'વાય ઝેડ’ !

***

એક સો એક…

બસ્સો એક…

પાંચસો એક…

આહાહા.

એક સો એક…

બસ્સો એક…

પાંચસો એક…

સાંભળો,

ચાંલ્લા માટે રૂપિયો

છુટ્ટો આપો !

(આ કવિ માર ખાશે.)

***

પૂર્વ… પશ્ચિમ…

ઉત્તર… દક્ષિણ..

હેં ?

પૂર્વ… પશ્ચિમ…

ઉત્તર… દક્ષિણ…

જુઓ,

દિશા છે દયા

ને જેઠાલાલ છે ગડા !

(મારું ચંપલ ક્યાં છે ?)

***

ઈશાન… અગ્નિ…

નૈઋત્ય… વાયવ્ય…

સાંભળજો.

ઈશાન.. અગ્નિ…

નૈઋત્ય.. વાયવ્ય..

જો તો ખરો,

ચારે ખૂણામાં કચરો છે

ફરીથી સાફ કર !

***

જમીનથી આકાશ સુધી

આકાશથી જમીન સુધી

આ નવી છે.

જમીનથી આકાશ સુધી

આકાશથી જમીન સુધી

શું ?

‘ખાલી જગ્યા’ છે !

દરેક પ્રશ્નનો એક માર્ક.

(આ કવિ નહિ ગાંઠે.)

***

અહીંથી ત્યાં સુધી

ને ત્યાંથી અહીં સુધી

આ ઊંચી છે....

અહીંથી ત્યાં સુધી

ને ત્યાંથી અહીં સુધી

બોલો,

ચોકીદાર આંટા મારે છે

છેક સવાર સુધી !

***

અગિયારસ બારસ

તેરસ ચૌદસ…

ક્યા બાત.

અગિયારસ બારસ

તેરસ ચૌદસ…

અને પછી ?

પૂનમ… પાંડે

પૂનમ… માડમ

પૂનમ… સિન્હા

પૂનમ… ધિલ્લોન !

(કંઈ પણ ? કવિ, કંઈ પણ ?)

***

જા ની વા લી

પી ના રા…

આ છેલ્લી છે.

જા ની વા લી

પી ના રા…

બસ,

બાકી બધા ખાનારા !

ખાઈને મોંઢુ ધોનારા !

Comments