રાહુલ ગાંધીનું '9 સ્ટેપ' ચક્કર શું છે ?


એક બાજુ રાહુલ ગાંધી કહે છે કે મારે કોંગ્રેસનું પ્રમુખપદ છોડી દેવું છે અને બીજી બાજુ તેમની સ્હેજપણ ટીકા કરનારને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે !

યાર, આ ચક્કર શું છે ? અમારા હિસાબે એમનું ‘સર્કલ’ યાને કે ‘ચક્કર’ આવું છે...

***

(1) પોપ્યુલારીટી વિધાઉટ પાવર

નથી તેઓ CM કે નથી તેઓ PM – છતાં તે એટલા લોકપ્રિય કેમ છે ? .... હા,‘પપ્પુ જોક્સ’ અને ‘રિયલ કોમિક બફાટ’ એમને લોકલાડીલા તો બનાવે છે પણ સત્તા નથી અપાવતાં !

***

(2) પાવર વિધાઉટ પરફોર્મન્સ

તેઓશ્રી કોંગ્રેસ પ્રમુખ શી રીતે બન્યા ? કશું ય કરી બતાડ્યા વિના ! માત્ર મમ્મીના ‘લાડલા’ છે એટલે !

***

(3) પરફોરમન્સ વિધાઉટ પરપઝ

એમના પરફોરમન્સ તો યાદગાર છે ! મોદીજીને ઝપ્પી લેવા દોડી ગયા, સંસદ ભવનમાં આંખ મારતા હતા,
"વિશ્વેશ્વરૈયા...." બોલતાં બોલતાં પેટ પકડીને હસાવી નાંખ્યા ! પણ એનો હેતુ શું ? કોમેડી ?

***

(4) પરપઝ વિધાઉટ નોલેજ

એમની પાસે હેતુ તો છે : મોદી સાહેબને પછાડીને PM બની જવું છે ! પણ એ વિશેની કોઈ ‘જાણકારી’ જ નથી !

***

(5) નોલેજ વિધાઉટ ઈન્ફરમેશન

રાફેલ સોદામાં ગડબડ થઈ છે તેવું એમને ‘જ્ઞાન’ (નોલેજ) ખરું, પણ એની કોઈ વ્યવસ્થિત ‘માહિતી’ ?
.... કોઈ ‘લીક’ પણ નથી કરી આપતું !

***

(6) ઇન્ફરમેશન વિધાઉટ ઈન્કવાયરી

ઈન્ફરમેશન તો પાકી છે કે ચૂંટણીઓમાં મોટા લોચા થયા છે. પરંતુ ઈન્કવાયરી ? થવા જ નથી દેવી ! બોલો.

***

(7) ઈન્કવયારી વિધાઉટ ઈન્ટેન્શન

હારનાં કારણ માટે તપાસ સમિતિ તો નીમશે. પણ પછી ‘ઈરાદો’ (ઈન્ટેન્શન) શું ? ટીકા કરે તેને કાઢી મુકવાના ? અને મસકા મારે તેને સાચવી રાખવાના ? ક્યા બાત હૈ...

***

(8) ઈન્ટેન્શન વિધાઉટ એકશન

ઈન્ટેન્શન તો બહુ ઊંચા છે... ગરીબી દૂર કરી નાંખવી છે ! પણ કઈ રીતે ? ડાયરેક્ટ 72000ની ખેરાત કરીને ! તાલિયાં.... તાલિયાં...

***

અને (9) એક્શન વિધાઉટ પોપ્યુલારીટી

72000 તો આપવા જ માંડ્યા હોત ! પણ શું થાય ? પોપ્યુલારીટી માત્ર 52 સીટ પુરત જ રહી ગઈ.

- જોયું ? આખું ‘ચક્કર’ આ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments