જુની કહેવતોમાં નવા ટ્વિસ્ટ !


અમુક જુની કહેવતો એટલી જુની થઈ ગઈ છે કે સાંભળતી વખતે / વાંચતી વખતે એમાં બીજું કંઈ સંભળાતું કે વંચાતું જ નથી !

પરંતુ હવે જરા ધ્યાનથી વાંચો....

***

ખાડો ખોદે... તે પુરે નહીં !

બોલે તેનાં... ‘બોર’ સગાં !

***

‘આપ’ ભલા... તો કેજરીવાલ બૂરા !

બાપ તેવા બેટા.. એવું હોત તો રાહુલબાબા ‘આવા’ હોત ?

***

જ્ઞાની સે જ્ઞાની મિલે... તો ક્યા ઉખાડ લેંગે યાર ?

પહલે ઇસ્તમાલ કરેં... ફિર ધોખા દેં !

ચોર કી દાઢી મેં... શેમ્પુ કરને સે ક્યા મિલેગા ?

***

રાઈના ભાવ રાતે... ‘ઓએલએક્સ’ પર જોવા ના મળે !

મા તે મા... બીજા બધા ડેડીનાં લફરાં !

જ્યાં ન પહોંચે રવિ... ત્યાં પહોંચે સોમ, મંગળ, બુધ !

***

મગનું નામ મરી... પાડો તો આધારકાર્ડ નવું બનાવવું પડે !

શેઠની શીખામણ... એમબીએના કોર્સમાં ના હોય !

***

દિકરી ને ગાય દોરે... તે ડ્રોઈંગ-ટિચર જ હોય !

બે પાડા લડે... એમાં ભેંશ જરૂર બ્યુટિફૂલ હશે !

***

ભસતાં કૂતરાં કરડે નહિ... એવી ચોરોને પહેલેથી ખબર હોય છે !

ગાજ્યા મેહ વરસે નહિં... એવી હવામાન ખાતાને ખબર નથી હોતી !

***

વિશ્વાસે વહાણ ચાલે... તો પછી ડિઝલની શી જરૂર ?

મોરનાં ઈંડા... તો ઢેલનું શું ?

મફતનાં મરી... એવી કોઈ સ્કીમ નથી, ભાઈ !

***

આગ લાગે ત્યારે.... સૌ ‘વિડીયો’ ઉતારે !

જંગલ મેં મોર નાચા.. સબ ને ‘વોટ્સ-એપ’ મેં દેખા !

***

જેને કોઈ ના પહોંચે... એને મોબાઈલનું ‘નેટવર્ક’ પહોંચે !

રાજા, વાજાં ને વાંદરા... લોકો ‘યુ-ટ્યુબ’માં કેવું કેવું જોયા કરે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments