ગઈકાલે મુંબઈમાં પણ વોટિંગ પત્યું !
હવે તમારા ડાબા હાથની પહેલી આંગળી ઉપર જે કાળું ટપકું છે તે કમ સે કમ એક મહિના સુધી તમને યાદ અપાવશે કે તમે શું ‘કાળું’ કરીને આવ્યા ! (જો તમારી મનપસંદ સરકાર ના બની તો.)
જો તમને ગમતી સરકાર બનશે તો, એજ કાળું ટપકું તમને હસીનાના ગાલ ઉપરના તલ સમાન લાગશે !
હાલમાં તો એ કાળા ‘દાગ’નાં નવાં નવાં રિ-મિક્સ ગાયનો સુઝી રહ્યાં છે...
***
લાગા...
ઉંગલી પે ‘દાગ’
દિખાઉં કૈસે ?
(કોઈનો એ પ્રોબ્લેમ છે કે આંગળી ઉપરનું ‘ટપકું’ લાંબો ‘રેલો’ થઈ ગયો છે ! ફોટામાં સારો નથી લાગતો !)
(... તો કોઈની સમસ્યા એ છે કે સુંદર નેઈલ-પોલિશ લગાડેલી સુંદર આંગળી ઉપર આ ડાઘ મેચ નથી થતો!)
લાગા...
ઉંગલી પે ‘દાગ’
મિટાઉં કૈસે ?
***
(અમુક મતદારો બહુ ઉત્સાહથી વોટિંગ કરી આવ્યા છે.. પણ મનમાં હજી દુવિધા છે કે શું થશે?)
યું હસરતોં કે ‘દાગ’
ઉંગલી પે લે લિયે
કુછ મન સે
‘મન કી બાત’ કહી
ઔર રો દિયે !
***
(‘કલંક’ ફિલ્મનું ટાઈટલ સોંગ તો આખા દેશની લોકશાહીને ફિટ લાગે એ રીતે રિ-મિક્સ કર્યું છે...)
હજારો મેં ગિરેંગે
હજારો મેં ગિનેંગે
મૈં ઉગલી તેરી
તુ મેરા, વોટ પિયા...
ના જાને યે જમાના
ક્યું ચાહે રે મિટાના
‘કલંક’ નહીં, વોટ હૈ,
‘કાજલ’ પિયા...
***
(પછી જ્યારે આપણા સાંસદો ચૂંટાયા પછી ગાયબ થઈ જશે, આપણી ફરિયાદો સાંભળશે નહિ અને કોઈ જવાબ પણ નહિ આપે ત્યારે ગાઈશું...)
વો ચૂપ રહેં તો મેરે
‘ઉંગલી કે દાગ’ જલતે હૈં...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment