અમુક ફિલ્મી ગાયનો જો તમે ધ્યાનથી સાંભળો તો લાગશે કે ગાનારો / ગાનારી કોઈ ‘રોગ’થી પીડાય છે !
એટલું જ નહિ, જો તમે ચતૂર હો તો એ રોગનું ‘નિદાન’ પણ તરત જ કરી શકશો ! જુઓ નમૂના…
***
ગાયન :
જુદા હો કે ભી તૂ… મુજ મેં કહીં બાકી હૈ…
નિદાન :
ભાઈને ‘કબજીયાત’ છે ! (અંદર ‘બાકી’ રહી જાય છે.)
***
ગાયન :
ટીપ ટીપ બરસા પાની, પાની મેં આગ લગાઈ…
નિદાન :
પેશાબમાં બળતરા થાય છે !
***
ગાયન :
આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે…
નિદાન :
બેન, તમે ટેન્શન ના લો, તમારા પગમાં ‘કણી’ હોય એવું લાગે છે !
***
ગાયન :
આજ મૈં ઉપર, આસમાં નીચે…
નિદાન :
બેન, ચકડોળમાં બેઠાં બેઠાં ઊંઘવાનું બંધ કરો !
***
ગાયન :
જબ તારે જમીં પર ચલતે હૈં, આકાશ જમીં હો જાતા હૈ, ઉસ રાત નહીં ફિર ઘર જાતા, વો ચાંદ યહીં સો જાતા હૈ…
નિદાન :
ઓ ભાઈ ! રોજ રાત્રે સુતાં પહેલાં દૂધ સાથે એક ઊંઘની ગોળી લેવાનું રાખો ને ! પછી આવાં આવાં ખરાબ સપનાં નહીં આવે…
***
ગાયન :
પાની મેં જલે, મેરા ગોરા બદન, પાની મેં…
નિદાન :
અરેરે… આવડા મોટા થયા છતાં હજી રાત્રે પથારી ભીની થઈ જાય છે ?
***
ગાયન :
યે શામ હૈ ધૂંવાં ધૂંવા… ફીઝા બહોત ઉદાસ હૈ…
નિદાન :
કાકા, ઉદાસ-બુદાસ કશું નથી, તમારી આંખે ‘ઝામર’ છે !
***
ગાયન :
ભૂલ ગયા સબ કુછ, યાદ નહીં અબ કુછ..
નિદાન :
પૈસા મળી ગયા છે એટલે સાક્ષી ફરી ગયો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment