સુપ્રિમ કોર્ટની ફટકાર પડી કે તરત ચુંટણીપંચે અચ્છા અચ્છા નેતાઓના બેફામ વાણીવિલાસ ઉપર ‘જીભબંધી’ ફરમાવી દીધી !
જોકે ચૂંટણીપંચ પણ મોડું મોડું જાગ્યું છે. આ હિસાબે થોડી જુની કહેવતો ચુંટણીપંચના સંદર્ભમાં નવી બની રહી છે…
***
જુની
બોલે તેનાં બોર વેચાય
નવી
બોલે તેને બૂચ વાગે
જુની
ના બોલ્યામાં નવ ગુણ
નવી
નથી બોલ્યાં એવાં નવ બહાનાં
જુની
બાર વરસે બાવો બોલ્યો
નવી
બે જ કલાકમાં પંચ બોલ્યું !
જુની
પંચ તે પરમેશ્વર
નવી
પંચના ઈશ્વર સુપ્રિમેશ્વર
જુની
તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ
નવી
તેરી જબાન ભી ચૂપ, તેરા ટ્વીટર ભી ચૂપ
જુની
માસ્તર મારે ય નહિ, ને માસ્તર ભણાવે ય નહિ
નવી
માસ્તરને ભણાવો, તો જ માસ્તર મારે !
જુની
સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ
નવી
સોટી વાગે સુપ્રિમની, સજા આવે પંચની
જુની
બાર ગાઉએ બોલી બદલાય
નવી
બાર ગામમાં બોલેલું સંભળાય
જુની
ભેંશના શિંગડાં ભેંશને ભારી
નવી
નેતાની જીભ પાર્ટીને ભારી
જુની
મોઢામાં મગ ભર્યા છે ?
નવી
ના, મોઢામાં પંચ બેઠું છે !
જુની
બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી
નવી
જુબાન સે ફિસલી, વો મૌન સે વાપસ નહીં આતી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment