ઇન્ડિયન રોબોટની માંગણીઓ !


એક કોલેજના ટેકનો-ફેસ્ટમાં એક રોબોટે મહેમાનોનું સ્વાગત કર્યું !

વૈજ્ઞાનિકો કહે છે કે આગળ જતાં ‘માણસના દિમાગ’ની જેમ વિચારતા રોબોટ આવશે. બહુ સારી વાત છે, પણ જો એમાં ‘ઇન્ડિયન દિમાગ’ની જેમ વિચારતા રોબોટ હશે તો ?...

***

સૌથી પહેલાં તો એ રોબોટને કોઈ કામ સોંપો કે તરત કહેશે “આ મારું કામ નથી !”

***

પછી કહેશે “શાંતિ રાખો… અમારે બીજાં પણ કામો હોય છે !”

***

જતે દહાડે તમામ રોબોટનું એક યુનિયન બની જશે. એમની માગણીઓ કંઈક આવી હશે…

***

લાઈટ જાય ત્યારે કામ થશે નહિ.

***

જનરેટર ઉપર રોબોટ ચલાવવાની કોશિશ કરવી નહીં. નહિતર શોર્ટ-સરકીટ કરી નાંખવામાં આવશે.

***

બેટરીથી ચાલતા રોબોટની બેટરી છ કલાકથી વધારે ચાલે તેવી ના હોવી જોઈએ. સારી બેટરી નાંખીને ‘ઓવર-ટાઈમ’ કરવામાં આવશે નહિ.

***

દર દોઢ કલાકે ‘રિ-ચાર્જ’નો બ્રેક આપવો પડશે. બેટરી ગરમ થઈ જશે તો દિમાગની સરકીટ ખરાબ થઈ જશે.

***

દિમાગની સરકીટ ગરમ થઈ જવાથી રોબોટ જે કંઈ તોડફોડ કરશે તેની જવાબદારી રોબોટની રહેશે નહિ.

***

રોબોટમાં ચાઈનિઝ સ્પેર-પાર્ટ નાંખેલા હશે કે પછી કંપનીમાં ચાઈનિઝ રોબોટને નોકરીઓ આપવામાં આવશે તો હડતાલ કરવામાં આવશે.

***

દરેક રોબોટને મનોરંજન માટે 5Gવાળો એક મોબાઈલ, ફ્રી વાઈ-ફાઈ અને લાઈફ-ટાઈમ ડેટા ફ્રી આપવાનો રહેશે.

***

રોબોટને વિલન બતાડતી હોય એવી ફિલ્મો ઉપર પ્રતિબંધ મુકવાનો રહેશે….

***

… અને જોન અબ્રાહમ, વિદ્યુત જામવાલ, ટાઈગર શ્રોફ, ઐશ્વર્યા રાય તથા પ્રિયંકા ચોપરા જેવા ‘રોબોટ-ટાઈપ’ એકટરોના રોલ હવેથી અસલી રોબોટ્સને આપવાના રહેશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments