દિલ્હીમાં આવેલા પાકિસ્તાની દૂતાલયની ઓફિસમાંથી પાકિ. રાજદૂતને તાબડતોબ ભારતીય ગુપ્તચર સંસ્થાની ઓફિસે તેડવવામાં આવ્યા !
ત્યાં તેમને શાંતિથી બેસાડ્યા પછી કહેવામાં આવ્યું કે “હવે ધ્યાનથી આ ઓડિયો – રેકોર્ડીંગ સાંભળો…”
પાકિ. રાજદૂત એક ધ્યાનથી સાંભળવા લાગ્યા…
***
રેકોર્ડિંગમાં બે ટાઈપના અવાજો હતા. એક અવાજ ખુબ પાવરફૂલ હતો અને બીજા અવાજો ત્રણ-ચાર જણાના ભેગા હતા જે આજ્ઞાંકિત લાગતા હતા.
ભારે અવાજવાળાએ પૂછ્યું, “ક્યા તુમ સિગ્નલ મિલતે હી હરકત મેં આ સકતે હો ?”
“જી જનાબ !!” ત્રણ ચાર અવાજો બોલી ઊઠ્યા.
“ક્યા તુમ સહી વક્ત આને પર અપની કુરબાની દે સકતે હો ?”
“જી જનાબ !”
“અગર જરૂરત પડી તો ક્યા તુમ અપને સાથી કો ભી કુરબાન કર સકતે હો ?”
“જી જનાબ !”
“અચ્છા… પકડે જાને પર ક્યા કભી અપની જબાન ખોલોગે?”
“હરગિઝ નહીં જનાબ !”
“પૂછતાછ હોને પર અપને સાથીયોં કે નામ તો નહીં બતાઓગે ?”
“હરગિઝ નહીં બતાયેંગે !!”
“તુમ્હે પૈસા કહાં સે મિલ રહા હૈ ઉસ કા સોર્સ પૂછા જાયે તો ?”
“તો ભી હમ કુછ નહી બતાયેંગે !”
“અચ્છા, માન લો કિ હમારી ઔર આપકી મુલાકાત કી તસવીરેં બાહર આ જાયેં તો ?”
“તો હમ આપ કો પહેચાનને સે ઇનકાર કર દેંગે !”
“વેરી ગુડ !”
આટલું રેકોર્ડીંગ સંભળાવીને ભારતીય ગુપ્તચર અફસરે પાકિ. રાજદૂતને પૂછ્યું “બોલિયે, અબ ક્યા કહેના હૈ આપ કા ?”
બિચારા પાકિ. રાજદૂત રડવા જેવા થઈ ગયા.
“પ્લીઝ, યે રેકોર્ડીંગ મિડિયામેં રિલીઝ મત કરના… હમારા ક્રિકેટ બોર્ડ વૈસે હી કંગાલ હૈ ! અગર યે ઇન્ફરમેશન બાહર આ ગઈ તો ક્રિકેટ બોર્ડ બરબાદ હો જાયેગા !”
ગુપ્તચર અધિકારી ચોંક્યા : “પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ ? વો ઈસ મેં કહાં સે આયા?”
“જનાબ, આપ સમજતે નહીં…” પાકિ. રાજદૂત કહે છે. “યે બાતચીત કોઈ ઈન્ટરનેશનલ મેચ-ફિક્સર ઔર હમારે ખિલાડીયોં કે બીચ હૂઈ લગતી હૈ… ચાહો તો ફિર સે સુન લો !”
(તમે પણ ફરી વાંચી શકો છો !)
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment