કોણ જાણે કેમ, આજે અમને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીની જોરદાર યાદ આવી રહી છે !
તેઓ કેટલા શાંતિપ્રિય હતા ! જ્યારે આજના વડાપ્રધાન? વાત જવા દો ને…
વિરોધ પક્ષો આક્ષેપ કરે છે કે પુલવામા હુમલા પછીના 13મા દિવસે જ્યારે ભારતીય સેનાએ એર-સ્ટ્રાઈક કરી તે પછી વડાપ્રધાનજી જાહેર રેલીમાં રાજકીય ફાયદો ઉઠાવતું ભાષણ કરી રહ્યા હતા.
ખોટું કહેવાય, નહીં ? જરા વિચારો, એમની જગાએ આપણા શાંતિપ્રિય વડાપ્રધાન મનમોહનજી હોત તો ?
તો એમણે પણ 13 દિવસના ‘મૌન’ પછી મોં ખોલીને જાહેરસભામાં આવું કંઈક કહ્યું હોત !
(ખાસ નોંધ : જાહેર સભામાં મનમોહનજી આટલું બધું ‘બોલે’ એ માત્ર અમારી ‘કલ્પના’ છે.)
***
મનમોહનજી બોલ્યા હોત…
“દેખિયેં… બાતચીત સે હર સમસ્યા કા હલ ઢૂંઢા જા સકતાં હૈ…
હમ પિછલેં કઈં સાંલ સે બાંતચીત કંર રહે હૈં… મગર અંબ… મૈં પાંકિસ્તાંન કો યાંદ દિલાનાં ચાહતાં હું...
...કિ પિછલે કંઈં સાંલોં સે હમ આંપ કો બારબાર યાંદ દિલાતેં હૈ… મગર આંપ કો યાંદ હી નહીં રહતાં… ઇસલિયેં, મૈં આંપ કો ચ્યવનપ્રાશ ખાંને કી સલાંહ દેતા હું !”
***
“દેખિયેં… આતંકવાદ કીં સમસ્યાં, પુરી દુનિયાં મેં હૈ… મગર ભારત મેં જો આતંકવાદ હૈ વો પાંકિસ્તાંન હી કમ કર સકતાં હૈં…
હંમ પાંકિસ્તાંન કો બાંતચીંત કે જરિયેં, યહીં સમઝાંને કીં કોંશિશ કર રહેં હૈં…. કિ કમ કરિએ… આતંકવાદ કો કમ કરીયેં…”
***
“…. મૈં મેરે દેંશ કે મચ્છરોં કો ભીં યહીં સલાહ દેનાં ચાહતા હું, કિ પ્લીઝ, દૂસરોં કા ખુન ચૂસનાં કોઈ સમસ્યાં કા હલ નહીં હૈં…
હમ મચ્છરોં સે ભી બાંતચીંત કરને કે લિયે તૈયાર હૈં…”
***
“…. દેંશ કે ખટમલોં સે ભી હંમ બાંતચીંત કરનાં ચાંહતે હૈં…
વો ભલેં હમારાં ખૂન ચૂસતેં રહેં, મગર હમ ખટમલોં સે શાંતિપ્રિય સંબંધ રખનાં ચાહતેં હૈં…”
***
“… યે ક્યા ? યે ટમાંટર કૌન ફેંક રહા હૈ ?
...હમ ટમાંટર સે ભી બાંતચીંત કરેંગે…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment