નવી ચૂંટણીનાં નવાં નાટકો !


દેશમાં રાજકારણની ભવાઈ તો બારે મહિના ચાલતી હોય છે પણ હવે ચૂંટણીનો માહોલ શરૂ થતાંની સાથે અમુક ગુજરાતી નાટકો સાથે બંધબેસતી આવે એવી સિચ્યુએશનો બની રહી છે…

અહીં માત્ર કલાકારોનાં નામ લખીએ છીએ, સ્ટોરી તમે વિચારી લેજો !

***

અમે લઈ ગયા, તમે રહી ગયા

કલાકારો : કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને મંત્રીપદ જેવા લાભ લઈ જનારા નેતાઓ તથા ભાજપના સેંકડો નિષ્ઠાવાન નેતાઓ.

***

એકબીજાને ગમતા રહીએ

કલાકારો : મમતા બેનરજી, માયાવતી, અખિલેશ, ચંદ્રાબાબુ નાયડુ, ઓમાર અબ્દુલ્લા, કેજરીવાલ વગેરે…

***

જન્માક્ષરમાં જલસા છે !

કલાકારો : રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સચિન પાઈલોટ તથા અન્ય નેતાઓનાં સ્ટાર સંતાનો.

***

ટાળો ટાળો તોય ગોટાળો

કલાકારો : રાફેલ વિમાનના સોદામાં સંકળાયેલા નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તથા ફાઈલનાં ‘કાગળિયાં’ !

***

વાઈફ ઈઝ ઓલવેઝ રાઈટ

કલાકારો : રોબર્ટ વાડરા અને પ્રિયંકા ગાંધી

***

બા મારી 'મધર-ઈન્ડિયા'

કલાકારો : નરેન્દ્ર મોદી અને હીરાબા
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી

***

એક વાંકીચૂકી લવસ્ટોરી

કલાકારો : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી,
ભાજપ અને પીડીપી,
ભાજપ અને શિવસેના

***

ગુજ્જુભાઈ ગોટાળે ચડ્યા

કલાકારો : નીરવ મોદી, મેહુલ ચોકસી, અજય જાડેજા (એક કા તીન) વગેરે…

***

ચૂપ રહો અને ખુશ રહો

કલાકારો : મનમોહન સિંહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, મનોહર પારિકર અને સોનિયા ગાંધી…

મહેમાન કલાકાર : અનિલ અંબાણી

***

પારકે ભાણે તહેવાર તો ભૂખ લાગે બે વાર

કલાકારો : ભાજપમાં જોડાવા માટે થનગની રહેલા કોંગ્રેસીઓ અને અન્ય વિરોધપક્ષી નેતાઓ.

***

અ-સત્યમેવ જયતે

કલાકાર : સામસામા બેફામ આક્ષેપોથી ભરપૂર ભાષણો કરતા નેતાઓ.

***

- મન્નુ શેખચલ્લી

Comments