પાકિસ્તાનની નવી કહેવતો !


છેલ્લાં ચાલીસ વરસોથી ‘નાચવું નહિ ત્યાં આંગણું વાંકુ’ જેવી કહેવતને સાર્થક કરી રહેલું પાકિસ્તાન હવે ભારતના ‘શેરને માથે સવાશેર’વાળા જવાબથી હલબલી ગયું છે.

હવે પાકિસ્તાનમાં નવી કહેવતો શરૂ થવાની છે…

***

શેખી માટે ઇસ્લામાબાદ

ને મરવા માટે બાલકોટ

***

જૈશનાં કર્યાં સૈન્યને વાગ્યાં

***

હાફીઝના શિંગડાં ઈમરાનને ભારી

***

લેવા ગયા પુલવામા

ને ખોઈ બેઠા બાલકોટ

***

જૈશ ફોડે તો હૈશો હૈશો

ભારત ફોડે તો શાંતિ શાંતિ

***

બધા પીએમ મનમોહન ના હોય

***

ઘર અમારું સળગ્યું જ નથી

પણ બદલો લઈશું રાખનો !

***

બગલમાં શયનતાન

તોય, ગામમાં દયાવાન !

***

40 વરસ લગી ચાંચો મારી

હવે કાંકરો પડ્યો ત્યાં ચીસાચીસ!

***

તાલીમ આપી તબલચીએ

નાચ નાચે છે નગુણિયા

પરદો ફાડ્યો ત્યાં પોલ ખુલી

હવે તમાશો કરે છે બજાણિયા

***

જૈશ મરો, તોઈબા મરો

પાકિ. સેનાનું તરભાણું ભરો

***

કાકડા ફેંક્યા તો ‘વાહ ભઈ વાહ !’

હવે પાયજામો સળગ્યો તો ‘આગ લાગી આગ !’

***

કરડાવે કૂતરાં ‘ને કહે

શેર... મેરે શેર !

એક થપ્પડ પડી, તો બોલ્યા

વાઘ આવ્યો રે... વાઘ !

***

સૌ ચૂહે માર કે બિલ્લી શાંતિમંત્રણા કો ચલી…

***

શરીફ ગયે શરાફત મેં

મુશર્રફ ગયે મશક્કત મેં

ઇમરાન આયે જોશ મેં

અબ ડૂબેંગે વો ‘જૈશ’ મેં !

***

- મન્નુ શેખચલ્લી

Comments