દેશમાં ચાલી રહ્યો છે શિયાળો, પણ ચૂંટણીના માહોલને લીધે ફેલાયો છે ગરમાવો !
આવી હાલતમાં દેશના નેતાઓની સ્થિતિ (STATUS) જો મોબાઈલની ભાષામાં કહીએ, તો કેવી કેવી છે ?
***
રાહુલ ગાંધી
બેટરી ફૂલ રિ-ચાર્જ થઈ ગઈ છે ! પણ સ્પીકરનું વોલ્યુમ અચાનક વધી ગુયં છે. એક જ વાક્યના ચાર ચાર વાર પડઘા પડ્યા કરે છે…
***
સોનિયા ગાંધી
હંમેશની જેમ ‘સાયલન્ટ’ મોડમાં છે પરંતુ ‘બેકગ્રાઉન્ડ’ ડેટામાં સતત ગેઈમ ચાલી રહી છે !
***
પ્રિયંકા ગાંધી
આ નવી બ્રાન્ડ લોન્ચ થઈ છે. ભારે માર્કેટિંગને લીધે રિવ્યુઝ વધારે પડતા સારા છે.
***
નરેન્દ્ર મોદી
ફાલતુ ચેટિંગ બંધ છે પણ લાઈવ બ્રોડકાસ્ટ વધી ગયાં છે ! લાઈક્સમાં ઉછાળો આવ્યો છે પણ પ્રોફાઈલ નવી અપ-ડેટ માગે છે.
***
મમતા બેનરજી
વારંવાર બેટરી ગરમ થઈ જાય છે. સ્પીકરો ફાટી ગયાં છે. ક્યારેક ‘કરંટ’ પણ મારે છે !
***
માયાવતી
જુનાં બિલોની મોટી ઉઘરાણી નીકળી છે ! ‘સ્ટેચ્યુ - સ્ટેચ્યુ’ ગેઈમ મોંઘી પડી છે…
***
નિર્મલા સીતારામન
પ્રિ-રેકોર્ડેડ મેસેજો એની મેળે ‘ઓટો-પ્લે’ થયા કરે છે.
***
મનોહર પારિકર
બીજી ડિવાઈસો નજીક આવીને, ડેટા મેળવીને ‘લીક’ કરી નાંખે છે… એવી કંપ્લેઈન છે !
***
રોબર્ટ વાડરા
અમુક ‘હિડન’ ફાઈલો મળતી નથી ! બેક-અપ ગાયબ છે ! બધું ‘એરર-મોડમાં’ ચાલે છે, છતાં ‘ફોલ્ટ’ પકડાતો નથી !
***
રાજ ઠાકરે
હાલના નેટવર્કથી સંતોષ નથી. નવી નંબર પોર્ટેબિલીટી શોધે છે !
***
મહાગઠબંધન
ગ્રુપ કોલિંગ અને ગ્રુપ ચેટિંગ માટે મોટી સ્કીમ લીધી છે પણ ગ્રુપ એડમિનો કોણ બનશે તે હજી નક્કી થતું નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment