'લોચા'નાં નવાં નામો... !


સુરતમાં મોદી સાહેબે કીધું “જો જો, આવતી ચૂંટણીમાં ‘લોચો’ ના કરતા !”

આ ‘લોચો’ સુરતની વાનગી છે. મૂળ વારતા એવી છે કે એકવાર ખમણ બનાવવા જતાં એની પ્લેટો વધારે પડતી બફાઈ ગઈ ! દુકાનના કારીગરો એમાં તેલ, મરચું, મસાલો, ચટણી વગેરે નાંખીને ખાવા લાગ્યા… એમાં ને એમાં એ ‘વાનગી’ તરીકે જાણીતી થઈ ગઈ !

ટુંકમાં, બનતાં ‘બગડી ગયેલી’ વાનગીને ‘નવું નામ’ આપ્યું હોય તેને કહેવાય ‘લોચો’ !

આપણા દેશમાં તો આવા કંઈક લોચા છે…

***

મૂળ બનાવવા ધારેલી વાનગી :

સર્વ ધર્મ સમભાવ

લોચો શું થયો :

લઘુમતીઓની આળપંપાળ

લોચાનું નવું નામ :

બિન-સાંપ્રદાયિક્તા !

***

મૂળ બનાવવા ધારેલી વાનગી :

કાળા નાણાં બહાર લાવવા

લોચો શું થયો :

નોટબંધીમાં બેન્કોનાં કૌભાંડો

લોચાનું નવું નામ :

હિંમતભર્યું પગલું !

***

મૂળ બનાવવા ધારેલી વાનગી :

એક જ દેશ, એક જ ટેક્સ

લોચો શું થયો :

GSTનો ઉડઝૂડીયો અમલ

લોચાનું નવું નામ :

“ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ !”

***

મૂળ બનાવવા ધારેલી વાનગી :

મરતી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવો

લોચો શું થયો :

માતુશ્રીનો પુત્રપ્રેમ

લોચાનું નવું નામ :

કોંગ્રેસ પ્રમુખ શ્રી રાહુલ ગાંધી !

***

મૂળ બનાવવા ધારેલી વાનગી :

દેશપ્રેમ

લોચો શું થયો :

વંદેમાતરમ્, ઝંડાવંદન, રાષ્ટ્રગીત બધામાં દુરાગ્રહ અને દુ-વિરોધ

લોચાનું નવું નામ :

આપણી દેશભક્તિ !

***

મૂળ બનાવવા ધારેલી વાનગી :

લોક લાગણીને વાચા આપતા વિરોધ પક્ષ

લોચો શું થયો :

દરેક નેતાનો ઘવાયેલો ઘમંડ

લોચાનું નવું નામ :

મહા-ગઠબંધન

***

- મન્નુ શેખચલ્લી

Comments