નવા નવા ફોબિયા !


કહે છે કે ‘નોમો’ ફોબિયા નામનો એક નવો મનોવૈજ્ઞાનિક રોગ ફેલાઈ રહ્યો છે !

‘નોમો’ ફોબિયા એટલે નો-મોબાઈલ ફોબિઆ… “મારી પાસે મોબાઈલ નહીં હોય તો શું થશે ?” પોતાનો મોબાઈલ ડેડ કે કવરેજ બહાર હોય તો પણ લોકો બહાવરા બની જાય છે !

જોકે આપણા દેશમાં એ સિવાય જુદા જુદા પ્રકારના ફોબિયા ફેલાયા છે…

***

MF ફોબિયા

યાને કે ‘માઈનોરીટી ફિલ્મસ્ટાર’ ફોબિયા ! તમે માર્ક કરજો, વરસમાં એકાદ મુસ્લિમ ફિલ્મસ્ટારને દેશમાં ‘ડર’ લાગવા લાગે છે !

***

HK ફોબિયા

આ છે ‘હિન્દુકરણ’ ફોબિયા ! દેશના અમુક લોકોને લાગી રહ્યું છે કે હવે દેશનું ઘાસ પણ ભગવા રંગે રંગાઈ જવાનું છે !

***

MF ફોબિયા

બીજી તરફ અમુક લોકોમાં ‘માઈનોરીટી ફિયર’ (લઘુમતીનો ડર) નામનો ફોબિયા ઘૂસી ગયો છે. એમને લાગે છે કે જતે દહાડે બધાં તડબૂચો અંદરથી લીલાં નીકળશે !

***

#metoo ફોબિયા

હજી આ ફોબિયા ગયો નથી ! ભલભલા મહાનુભાવોને ડર લાગ્યા કરે છે કે એમના ભવ્ય બૂતકાળમાંથી કોઈ metoo નીકળશે !

***

DD ફોબિયા

DD એટલે દૂરદર્શન નહીં, યાર ! DD એટલે દેશદ્રોહી ! અમુક લોકો ડર નહીં પણ ખાતરી છે કે દેશદ્રોહીઓ આખા દેશને પાકિસ્તાન બનાવી દેશે ! જે કામ છેલ્લાં 70 વરસમાં ના થયું તે 7 મહિનામાં કરી નાંખશે !

***

NAMO ફોબિયા

માનો યા ના માનો, પણ નરેન્દ્ર મોદીથી ડરનારાઓની સંખ્યા વધી જ રહી છે ! ખાનગી સૂત્રોના અહેવાલ મુજબ આ ફોબિયા BJPમાં પણ ફેલાયો છે.

***

પપ્પુ ફોબિયા

પ્લીઝ, હસતા નહીં… પણ યાર, સાચું કહેજો, શું દેશના કોંગ્રેસીઓને સતત એવો ડર નહીં લાગતો હોય ... કે હે ભગવાન, આજે રાહુલબાબા કંઈ નવો બફાટ કે નવી મુરખામીનું પ્રદર્શન ના કરે તો સારું !

***

K-JO ફોબિયા

આ લેટેસ્ટ છે. બિચારા ક્રિકેટરો કરણ જોહરથી ડરી રહ્યા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments