૨૦૧૯ની પ્રેક્ટિકલ શુભેચ્છાઓ !

તમને ડઝનના હિસાબે હેપ્પી ન્યુ યરની શુભેચ્છાઓ મળી હશે. પરંતુ ખરેખર આપણું ભલું થાય એવી પ્રેક્ટીકલ શુભેચ્છાઓ અમે પાઠવી રહ્યા છીએ.


*** 

કર્મચારીઓ માટે

જે દિવસે તમે ઓફિસમાં મોડા પડો એ જ દિવસે બોસ અચાનક બહારગામ ગયા હોય.

***

જે દિવસે બોસ બધાને ખખડાવી નાંખવાના મૂડમાં હોય તે દિવસે 'તમે' બહારગામ ગયા હો.

***

એટલું જ નહિ, આખા વરસ દરમ્યાન જ્યારે જ્યારે તમને રજા જોઈતી હોય ત્યારે ત્યારે તમારા કોઈ સગાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે એવા સમાચાર મળે.

***

બહેનો માટે

તમે ગમે એટલું ખાઓ, તમારું વજન જ ના વધે.

***

અને તમે માંડ એક વાર એકટાણું કરો એમાં તો ૩ કિલો વજન ઘટી જાય.

***

આખા વરસ દરમ્યાન તમને ભીંડા, કારેલા અને દૂધીમાં પણ ડિસ્કાઉન્ટ મળે.

***

અને તમને તડબૂચ, સક્કરટેટી અને કોળું ઈનામમાં લાગે.

***

ભાઈઓ માટે

તમે ઈચ્છો ત્યારે બાટલી મળે.

અને જ્યારે બાટલી મળે ત્યારે તમારા મિત્રોને એની ખબર ના પડે.

છતાં જો ખબર પડે તો એવા દોસ્તો બેથી વધારે ના હોય.

અને એમને પણ ઈચ્છે ત્યારે બાટલીઓ મળે ! ..... જેની તમને તરત જ ખબર પડે !

***

ગમે ત્યાં જાઓ, કારી પાર્કિંગ સ્પેસ મળે.

અને ગમે ત્યારે પાછા ઘરે આવો, ત્યારે પત્નીનો મૂડ સારો મળે.

***

યંગસ્ટર્સ માટે

ફ્રેન્ડઝના ખિસ્સામાં / મોબાઈલમાં ઢગલાબંધ પૈસા હોય.

ફ્રેન્ડઝની સારી સારી ગર્લફ્રેન્ડો હોય.

અને સારી સારી ગર્લફ્રેન્ડોની બહેનપણીઓ બહુ મિક્સીંગ ટાઈપની હોય.

PUB-G ગેઈમમાં સારા ટીમ મેમ્બરો મળે.

છતાંયે, હજી કેન્ડી-ક્રશ રમ્યા કરતી હોય એવી ભોળી ગર્લફ્રેન્ડ મળે.

હેપ્પી ન્યુ યર !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments