માલ્યાની છેતરામણી ઑફર !


પેલી એક જુની વારતા છે ને…

“સો કે કિયે સાઠ, આધે ગયે નાઠ, બચે ખાલી તીસ… દસ દૂંગા, દસ દિલાઉંગા… અબ બાકી દસ મેં લેના ક્યા ઔર દેના ક્યા ?”

આ વારતા અમને ત્યારે યાદ આવી ગઈ જ્યારે વિજય માલ્યાએ લંડનમાં બેઠાં બેઠાં ઓફર આપી કે લો, લોનના રૂપિયા ભરવા હું તૈયાર છું !

***

આ તો એવી વાત થઈ કે –

પાકિસ્તાન આપણને POK પાછું આપી દેશે !

***

આ તો એવી વાત થઈ કે –

કે જાણે સલમાન કહે છે કે ‘જુઓ, હું તો હજી વર્જીન છું, પણ તમે કહેતા હો તો પરણી જઈશ !’

***

આ તો એવી વાત થઈ કે-

નવજોત સિંહ કહેશે “હું પ્રોમિસ આપું છું કે હવે હું ‘ડાહ્યો’ થઈ જઈશ !”

***

આ તો સાવ એવી વાત થઈ કે –

મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ હવે તેની બાકીની જિંદગી મુંબઈની આર્થર રોડ જેલમાં વીતાવેલા માગે છે !

***

ના ના, આ તો બિલકુલ એવી વાત થઈ કે -

કાલે ઊઠીને દેશના તમામ સેક્યુલરો RSSમાં જોડાઈ જશે !

***

જોવાની વાત એ છે કે વિજય માલ્યા ત્યાં રહીને માત્ર ટ્વીટર ઉપર આવું બધું કહેવડાવે છે ! અલ્યા ભઈ, રૂપિયા ચૂકવવાની જો સાચી દાનત હોય તો ડાયરેક્ટ બેન્કો ઉપર ઈ-મેઈલ કેમ નથી કરતા ?

***

આ તો એવી વાત થઈ કે –

ગલીને નાકે ઊભા રહીને ‘દેશવ્યાપી’ અપીલ કરી નાંખી !

***

આ તો એવી વાત થઈ કે –

"અઢી ઇંચની પર્સમાં 25 લાખનું ચિલ્લર ભરીને મોકલું છું… જરા રસીદ આપજો ને !"

***

સાવ એવી વાત થઈ કે –

"મેં ચાઈનીઝ મોબાઈલમાં હોમ થિયેટર ચાલુ કર્યું છે, બોલો કઈ ફિલ્મ જોવી છે ?"

***

ઉપરથી માલ્યાજી કહે છે કે મૂડી જ પાછી આપીશ… (ક્યારે કેટલી આપશે એ તો હજી નથી કહેતા) બાકી વ્યાજ તો નહીં જ આપું !

અગેઈન, આ તો એવી વાત થઈ કે –

આતંકવાદી કહે છે હું શરણે તો આવું, પણ મારી મશીનગન નહીં છોડું !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments