એક સ્ટુપિડ વારતા ! (નાની)


એક નિશાળમાં એક હિન્દી ભણાવનારા સર હતા. એ બહુ કડક સ્વભાવના. છોકરાંઓ એનાથી બહુ ફફડે.

એક વાર નિશાળમાંથી પિકનિક લઈ જવામાં આવી. આ હિન્દી સર પણ એમાં સાથે હતા. બધા છોકરાંઓ પિકનિકના સ્થળ ઉપર મઝા માણી રહ્યા હતા ત્યાં અચાનક ક્યાંકથી ડાકુઓ આવી ચડ્યા !

ડાકુઓએ ૧૦-૧૫ છોકરાઓની સાથે પેલા હિન્દી સરનું અપહરણ કરી નાંખ્યું !

એક અજાણી જગાએ ડાકુઓએ પેલા હિન્દી સરને દોરડાં વડે બાંધી દીધા. મોંમાં ડૂચા મારી દીધા. છોકરાંઓ ડરી ગયા હતા.

એવામાં ડાકુઓનો સરદાર આવ્યો. એ સાઉથ ઈન્ડિયન હતો. એણે કહ્યું:

“અયૈયો, યેઈ જો તુમેરા હિન્દી સર હઈ ના, મ્યેં ઉસ કો છોડનેવાલા નંઈ જી ! વ્હાય બિકોઝ, વો મ્યેરે કુ બાર બાર હિન્દી સબ્જેક્ટ મેં ફેઈલ કરતી. ઉસ ટાઈમ હિન્દી મેં પાસ હોના કંપલસરી હોતી. મ્યેં બાર બાર ફેલ હોને કી વજા સે ટેન સ્ટાન્ડર્ડ તક બી નંઈ પોંચા, જી ! ઉસ કે બાદ… મ્યેં ડાકુ બન ગયા…”

બિચારા છોકરાંઓ ડરતાં ડરતાં આખો કિસ્સો સાંભળતા હતાં.

ડાકુ સરદાર દેખાવે વીરપ્પન જેવો જ લાગતો હતો. સાઉથની ફિલ્મોના વિલનની જેમ આ ડાકુ પણ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં નાળિયેર છોલવાંના દાતરડાં ઉછાળી ઉછાળીને ઝિલ્યા કરતો હતો. એ બોલ્યો :

“મ્યેરા જિંદગી તુમારે હિન્દી સર કી વજા સે બરબાદ હો ગયા.. અબ મ્યેં ઈસ કો નંઈ છોડેગા..”

છોકરાંઓ કહે “પણ એમાં અમારો શું વાંક ? અમને તો છોડી મુકો ?”

ડાકુઓના સરદાર કહે “એક શર્ત પે છોડ સકતી… યા તો યે હિન્દી સર મ્યેરે સામને ઝુક કે, ઘૂટના ટેક કે, દોનોં હાથ જોડ કે મ્યેરે કુ સોરી સર… સોરી સર.. બોલેંગી… નહીં તો મ્યેં તલવાર સે ઉસ કા સર કાટ ડાલેંગી !”

છોકરાંઓએ પાંચ મિનિટ સુધી અંદરોઅંદર ચર્ચા કરી પછી કહ્યું “તમે સરનું માથું કાપી નાંખો !”

હવે બોલો, છોકરાંઓએ આવું કેમ કહ્યું હશે ?

કારણ કે એમના હિન્દી સરે જ એમને શીખવાડ્યું હતું કે “અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં… ‘સર’ કટા સકતે હૈં લેકિન, ‘સર’ ઝુકા સકતે નહીં !”

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. નવા પરિવેશમાં સાચેજ મજા બેવડાઈ !

    ReplyDelete

Post a Comment