સમાચારોમાં વઘાર ... !


અમુક સમાચારો એવા હોય છે કે તેમાં ઉપરથી વઘાર કરવાથી તેના સ્વાદની અલગ લિજ્જત આવે છે !

***

મંગળ ગ્રહ ઉપર 82 કિમિ. પહોળો બરફનો જથ્થો મળ્યો.

- લો બોલો, હવે તો મંગળયાનમાં ફક્ત દારૂ અને સોડા લઈને જ જવાનું ને !

***

જસદણમાં ભાજપની જીતથી ભાજપીઓ હરખમાં આવી ગયા છે.

- હોજ સે ગઈ વો બુંદ સે વાપસ નહીં આતી.

***

જસદણમાં હારેલા કોંગ્રેસી નેતા કહે છે કે EVMમાં ગડબડ થઈ છે.

- સાચી વાત છે. જીતીએ તો જનતાનો સાથ અને હારીએ તો EVMનો વાંક.

***

નસીરુદ્દીન શાહે કહ્યું કે ભારતમાં રહેવાનો ડર લાગે છે.

- જરૂર ડરો. ડર કે આગે જીત હૈ. (કોંગ્રેસ કી)

***

નસીરુદ્દીને પાક. વડાપ્રધાન ઈમરાનખાનને કહ્યું છે કે ભારતની લઘુમતીઓ વિશે તમારે બોલવાની જરૂર નથી.

- આવું એમણે ડરતાં ડરતાં કહ્યું કે કોઈથી ડરીને કહ્યું ?

***

ICC એ BCCIને કહ્યું છે કે 160 કરોડનો ટેક્સ તો ભરવો જ પડશે.

- BCCI એ મોદી સરકારનો સંપર્ક સાધવો જોઈએ. એ મોટા મોટા ટેક્સ માફ કરાવવામાં માહેર છે.

***

GST ઘટતાં ફિલ્મની ટિકીટો સસ્તી થશે.

- અને 20 રૂપિયાના પોપકોર્નના 120 રૂપિયા લે છે એનું કંઈ નહિ ?

***

સોહરાબુદ્દીન એન્કાઉન્ટ કેસમાં 210માંથી 90 સાક્ષીઓ ફરી ગયા.

- એમણે નરી આંખે જોયું હશે કે સલમાનની કાર એની મેળે ચાલતી હતી, રાજસ્થાનનાં હરણ એમની મેળે આત્મહત્યા કરી રહ્યાં હતાં અને 2G કૌભાંડ તો કોઈએ કર્યું જ નહોતું !

***

સરકાર આપણી ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં જાસૂસી કરી શકશે.

- એનો વાંધો નહિ, પણ એનાથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને ફોલોઅર્સમાં વધારો તો થશે ને ?

***

પાક. PM હાઉસમાં યુનિવર્સિટી શરૂ થઈ.

- બસ. હવે JNUમાંથી એકાદ કનૈયાને ત્યાં મોકલી આપો ! ‘આઝાદી’ લેતો આવશે…

***

- મન્નુ શેખચલ્લી

Comments