આજકાલ બે ઈટાલિયન લગ્નો ચર્ચામાં છે… વિરાટ-અનુષ્કા અને રણવીર - દીપિકા.
***
અને આ બે લગ્નો થશે કે કેમ એ ડાઉટ છે….
એક રાહુલબાબનાં અને બીજા સલમાનભાઈનાં.
***
‘ઠગ્સ’ પછી બે ઝીરો ટેન્શનમાં છે..
શાહરૂખની ‘ઝીરો’ અને રજનીકાન્તની ‘ટુ પોઈન્ટ ઝીરો.’
***
બાકી, આટલું બધું થયું એમાં બે જ ‘ટુ’ સુપરહિટ રહ્યાં…
‘બાહુબલિ-ટુ’ અને ‘મિ-ટુ’.
***
ગમે એટલી મહેનત છતાં બે રાહુલ ફ્લોપ જ થાય છે…
એક રાહુલ રોય અને બીજા રાહુલ ગાંધી.
***
બે પૂતળાંની સૌ ઈર્ષ્યા કરે છે...
સરદાર વલ્લભભાઈ અને મનમોહનસિંહ.
***
બે મંદિરો જાણે પોલિટિક્સ માટે જ સર્જાયાં છે..
રામમંદિર અને સબરીમાલા મંદિર
***
ચૂંટણીમાં બે મોદી ચર્ચામાં રહેવાના…
નીરવ મોદી અને નરેન્દ્ર મોદી.
***
ચૂંટણીમાં ગમે તે જીતે, આ બેને કશી અસર નહિ થાય…
અંબાણી અને અદાણી
***
ટીવીમાં બે જ પરિવાર હિટ થયાં…
વીરાણી પરિવાર અને ગડા પરિવાર.
***
અને ટીવીમાં બે જ મહિલાઓ માટે પુરુષોને ખાસ આકર્ષણ છે…
જેઠાલાલની બબિતા અને ભભૂતિની ભાભીજી.
***
મોદી સાહેબને આજકાલ બે ‘આઈ’ ગાંઠતી નથી…
આરબીઆઈ અને સીબીઆઈ
***
બે ‘બંધી’ બે મોટી પાર્ટીઓને ભારે પડી…
કોંગ્રેસને નસબંધી અને ભાજપને નોટબંધી.
***
વિટામિન ‘એમ’ની ખોટ બે જગાએ તરત દેખાય છે…
એટીએમ અને ઈવીએમ.
***
આદિત્યનાથ યોગીને બે નામો બદલવાથી ફાયદો થયો…
ઈલાહાબાદ અને ફૈઝાબાદ
પરંતુ રાહુલબાબાના હિસાબે હજી બીજાં બે નામો બદલવાની જરૂર છે.
વિશ્ર્વેશ્વરૈયા અને BSNL
***
બાકી એક જ રાજ્ય એવું છે જે આખા દેશ માટે ‘ડબલ-હેડેક’ છે…
જમ્મુ અને કાશ્મીર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment