ન્યૂઝ ચેનલોમાં ગાયનો !


તમે સિરિયલોમાં માર્ક કરજો, ગમે તેવી સિચ્યુએશનો હોય ત્યાં બેકગ્રાઉન્ડમાં કોઈ ફિલ્મી ગાયન વાગવા માંડે છે !

અમારું સૂચન છે કે ન્યૂઝ ચેનલોમાં પણ આ રીતે બેકગ્રાઉન્ડમાં ગાયનો વગાડવાનું રાખો ! દાખલા તરીકે…

***

અમિત શાહને વિચારોમાં ખોવાયેલા બતાડો, મોદી સાહેબની પાછળ પાછળ ચાલતા દેખાડો કે સાહેબની પાછળની ખુરશી પર બેઠેલા દેખાડો ત્યારે ગાયન મુકો…

ડૂબા ડૂબા રહતા હૂં ,કિસ કી બાતોં મેં…"

***

રાહુલ ગાંધી કોંગ્રેસીઓને મળતા હોય, હારતોરા પહેરીને ફરતા હોય, સૌ સાથે હાથ મિલાવતા હોય, કોંગ્રેસ ભવનમાંથી ઝડપી ચાલે બહાર નીકળીને ટીવી પત્રકારો સામે હાથ હલાવતાં જતા રહેતા હોય… ત્યારે આ ગાયન :

“આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે ! બોલો દેખા હૈ કભી તુમ ને મુઝે ઉડતે હુએ !”

***

લોકસભામાં રાફેલ મુદ્દે હંગામો ચાલતો હોય, કોણ શું બોલે છે કંઈ સમજાતું ના હોય, સ્પીકરને કોઈ ગાંઠતું ના હોય, સાંસદો વેલમાં ધસી આવ્યા હોય અને મોદી સાહેબ આ બધું જોતા હતાશ થઈને બેઠા હોય તેવા દ્રશ્ય વખતે બેકગ્રાઉન્ડમાં આ ગાયન ચલાવો…

“યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ, ક્યું હુઆ… છોડો યે ના સોચો !”

***

કોંગ્રેસીઓએ શક્તિ પ્રદર્શન કર્યું, મંચ ઉપર ચડીને હાથમાં તલવારો પકડીને સોનિયાજી સાથે ફોટા પડાવ્યા ત્યારે ગાયન આવે…

“ઈતની શક્તિ હમેં દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના…”

***

પાંચ વિધાનસભાઓની ચૂંટણીના નિરાશાજનક પરિણામો પછી હવે જ્યારે જસદણ વિધાનસભાની પેટા-ચૂંટણી માટે ભાજપના નેતા આંટાફેરા કરતા હોય ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગે…

“કારવાં ગુજર ગયા, ગુબાર દેખતે રહે !”

***

મોદી સાહેબ ફરી કોઈ વિદેશ પ્રવાસે જવા નીકળી પડે ત્યારે વગાડો…

“યૂં હી ચલા ચલ રહા, યૂં હી ચલા ચલ… કિતની હસીન હૈ યે દુનિયા !”

***

અને નવી વિધાનસભાઓની શપથવિધિ ચાલતી હોય ત્યારે…

“હમ લૂટને આયે હૈં, હમ લૂટ કે જાયેંગે !”

***

- મન્નુ શેખચલ્લી

 

Comments

  1. Biggest fan of your sir. Thanks to give lots of people smile.

    ReplyDelete
  2. You give lot of smile to many people. Thanks sir .you are great. Biggest fan of you

    ReplyDelete

Post a Comment