રણવીર – દીપિકાના મેરેજના માત્ર બે જ ફોટા મિડીયામાં બહાર આવ્યા ! એમાંના એક ફોટામાં રણવીર દીપિકાના કાનમાં કંઈક કહેતો હોય એવું દેખાય છે. જસ્ટ વિચારો, એ શું કહેતો હશે ?
ફોટો મનમાં યાદ કરો... અને સંવાદ મોટેથી વાંચો.
***
“મેરેજમાં પાંચ કરોડનો નફો થયો ! બોલ, ફરીથી મેરેજ કરવાં છે ?”
***
“આ તો કોંકણી અને સિંધી રિવાજ પત્યા. હજી બંગાળી, ગુજરાતી, પંજાબી અને તામિલ રિવાજો બાકી છે… બીજાં ચાર મેરેજ તો કરવાં જ પડશે.”
***
“આ મહારાજ બહુ વાર લગાડે છે. મારી તો દાઢી વધી ગઈ !”
***
“તું જરાક બેસ ને, હું એક નંબર જઈને આવું !”
***
“અચ્છા, પેલો તારો આગળવાળો રણબીર કેમ નથી દેખાતો ?”
***
“બિચારા રણબીરને આપણા ફોટા ફેસબુકમાં ટેગ કરજે, હોં ?”
***
“સાચું કહેજે, તને ‘વ’ અને ‘બ’માં શું ફેર લાગ્યો ?”
***
“સાંભળ, તેં જ આટલા બધાં ઘરેણાં પહેર્યાં છે તે ભાડેથી લાવી કે પછી સ્પોન્સરશીપમાં ?”
***
“કહું છું, આપણા હોટલના રૂમની ચાવી તો તારી પાસે જ છે ને ?”
***
“આ લગન પતે પછી અહીંથી ઈટાલીમાં સોનિયાજીના મમ્મીને પગે લાગવા જવાનું છે, હોં ?”
***
“વિરાટ કોહલીએ મને એક એડ્રેસ આપ્યું છે. ત્યાં ઈટાલિયન પિત્ઝા અને પાસ્તા ને એવું બધું બહુ સસ્તામાં મળે છે !”
***
“ઈટાલીમાં બબ્બે ફેમસ લગન થઈ ગયાં… હવે રાહુલ ગાંધી કંઈ વિચારે તો સારું છે…”
***
- મન્નુ શેખચલ્લી
Good
ReplyDelete