નવા વરસની નવી શુભેચ્છાઓ


જુઓ ભઈ, શુભેચ્છા આપવામાં કંજુસાઈ કરવી નહીં. અમે તો કહીએ છીએ કે આપને આવનારા નવા વરસમાં...

***

વિજય માલ્યા કરતાં મોટી લોન મળે અને નીરવ મોદી કરતાં વધારે દેશોના પાસપોર્ટ મળે....

*** 

અનુપ જલોટા કરતાં વધારે સારી શિષ્યાઓ મળે...

***

મોદીજી કરતાં વધારે ફોલોઅર્સ મળે અને રાહુલ બાબા કરતાં વધારે ચમચાઓ મળે....

***

અકબરજી કરતાં વધારે વકીલો મળે... (જરૂર પડે તો)

***

તેજપ્રતાપ કરતાં વધારે ઝડપથી છૂટાછેડા મળે... (જોઈતા હોય તો)

*** 

અનુષ્કા કરતાં વધારે સારી પત્ની મળે (જો બીજી જોઈતી હોય તો)

***

અને રોહિત શર્મા કરતાં વધારે છક્કા મળે... (ક્રિકેટની વાત થાય છે.)

***

હાલમાં છે એના કરતાં વધારે સારું નામ મળે... (જો યોગી આદિત્યનાથ આપવા ઈચ્છે તો)

***

બાકી, ટ્રાફિક પોલીસ કરતાં વધારે કારો આપની આસપાસ ફરે...

***

અરે, આપની કારને આખું વરસ સારી પાર્કિંગ સ્પેસ મળે...

***

મફતમાં ડુંગળી મળે, ઇનામમાં પેટ્રોલ મળે, લોટરીમાં રિલાયન્સના શેર મળે, મોબાઈલમાં હોય એનાથી વધારે કેશબેક મળે, ટ્રેન અને બસમાં બેસવાની સીટ મળે, પાડોસીના  WIFI વડે આખું વરસ ફૂલ ડેટા મળે... અને ગુજરાતમાં જયારે જોઈએ ત્યારે 'બાટલી' મળે !

*** 

ચાલો, સરદારશ્રીની પ્રતિમા કરતાં વધારે ઊંચા તમને સપનાં આવે...

અને ગાંધીજીની તસવીર કરતાં તમારા ફોટાની વધારે કિંમત આવે...

***

'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'  કરતાં ઓછા ઠગ મળે અને 'બધાઈ હો' કરતાં વધારે બધાઈ મળે...

*** 

બીજું બધું તો ઠીક પણ આ વરસે... 

વધારે ખુશહાલી, વધારે ધન પ્રાપ્તિ, વધારે પ્રગતિ, વધારે સફળતા અને વધારે સુખશાંતિ મળે...

એવા મેસેજો ગયા વરસ કરતાં જરૂરથી વધારે મળે...એવી શુભકામના !

- મન્નુ શેખચલ્લી

Comments

Post a Comment