ફિલ્મ પોસ્ટરોમાં ચેતવણીઓ !


જે રીતે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ જોઈને આવનારા પ્રેક્ષકો ઠગાઈ ગયા છે, એ જોતાં હવે એવો નિયમ કરવો જોઈએ કે વધારે પડતી પબ્લિસીટી કરીને આવનારી ફિલ્મોનાં પોસ્ટરોમાં જ ચેતવણી હોવી જોઈએ ! જેમ કે…

***

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન

ચેતાવની : ઠગાઈ સિર્ફ ટિકિટ કે પૈસોં મેં હુઈ હૈ, પોપકોર્ન-સમોસા મેં તો લૂંટ હૈ !

***

ઝિરો

ચેતાવની : અગર આપ કા આઈ-ક્યુ લેવલ ઈતના હૈ તો ફિલ્મ દેખને કે લિયે કાફી હૈ !

***

2.0

ચેતાવની : અગર આપ કા આઈ-ક્યુ લેવલ ઈતના જ્યાદા હૈ તો રજનીકાંત કી રાજકીય પાર્ટી મેં શામિલ હો જાઈયે ના !

***

રેસ-4

ચેતાવની : યહ રેસ કેવલ મંદગતિ સે ચલનેવાલે દિમાગોં કે લિયે હૈ !

***

ભારત

ચેતવણી : ફિલ્મ શરૂ થતા પહેલાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે મોડા મોડા દાખલ થવામાં અથવા તે વખતે સીટ ઉપર બેસી રહેવામાં શારીરિક નુકસાન થઈ શકે છે !

***

બાટલા હાઉસ

ચેતવણી : (ટિકીટ ઉપર છાપેલી હશે) આ ટિકિટ લેતાંની સાથે જ તમે બાટલામાં આવી ગયા છો ! અભિનંદન !

***

હાઉસફૂલ – 4

ચેતાવની : યહ સિર્ફ ફિલ્મ કા નામ હૈ. બોક્સ ઓફિસ કી સ્થિતિ બિલકુલ વિપરીત હો સકતી હૈ !

***

મિશન મંગલ

ચેતવણી : (શુક્રવારે લખેલી હશે) જો તમારે તમારા પૈસા બચાવવા હોય તો મંગળવાર સુધી રાહ જુઓ…

***

સ્ટુડન્ટ ઓફ ધ યર – ટુ

ચેતવણી : પેપર સાવ સહેલું છે, પાસિંગ માર્ક માત્ર 15 છે, શિક્ષકો કાર્ટુનો જેવા છે, શિક્ષિકાઓ સેક્સી છે અને રિઝલ્ટ ?.... તમારા ખિસ્સામાંથી રૂપિયા જતા રહેશે.

***

ટાઈગર-થ્રી

વોર્નિંગ : એનિમલ રાઈટ્સ પ્રોટેક્ટેડ. પ્લીઝ ડુ નોટ થ્રો શૂઝ, બોટલ્સ ઓર એબ્યુઝિઝ એટ ધ સ્ક્રીન !

- મન્નુ શેખચલ્લી

Comments