#me too પછીના બોધપાઠ !


me too ઝુંબેશમાં ભલભલાની વિકેટો પડી રહી છે. એમ જે અકબરનું પ્રધાનપદું ગયું, સાજિદ ખાનના હાથમાંથી ફિલ્મ ગઈ અને અનુ મલિકને ‘ઇન્ડિયન આઈડોલ’ છોડવું પડ્યું…

આ બધામાં દેશના પુરુષોએ થોડા બોધપાઠ લેવા જેવા છે.

***

બોધપાઠ  : 1

સ્ત્રીની ‘યાદશક્તિ’ બહુ તેજ હોય છે. 20 વરસ પછી પણ પુરુષની ભૂલો તેને યાદ હોય છે.

***

બોધપાઠ  : 2

સ્ત્રીઓમાં ‘દેખાદેખી’ પણ બહુ હોય છે. કોઈ કશું નવું કરે કે તરત પોતાને તેવું કરવાનું શૂર ચડે છે.

(અત્યાર સુધી પુરુષો આ વાતને માત્ર ‘ફેશન’ પુરતી સાચી માનતા હતા પણ હવે એવું નથી.)

***

બોધપાઠ  : 3

પુરુષ ક્યારે ‘સ્ત્રીની નબળાઈ’નો લાભ લે છે અને સ્ત્રી ક્યારે ‘પુરુષની નબળાઈ’નો લાભ લે છે એ બાબતે પુરુષો હંમેશા ડોબા સાબિત થતા હોય છે.

***

બોધપાઠ  : 4

સંસ્કારી ફેમસ પુરુષોએ પોતાનો ‘સડન રિટાયરમેન્ટ પ્લાન’ હંમેશાં તૈયાર કરીને રાખી મુકવો જોઈએ.

***

બોધપાઠ  : 5

આવી બધી બાબતોમાં આસારામ કે રામરહીમ જેવા ગુરુઓ પાસે તો કદી બોધપાઠ લેવા જવું જ નહિં.

***

બોધપાઠ  : 6

સલમાન ખાન કે ઈમરાન હાશ્મી જેવા લવ-ગુરુઓ પાસે પણ કોઈ ટીપ્સ લેવા જેવી નથી. કાલે એમનો પણ વારો આવી શકે છે.

***

બોધપાઠ  : 7

દુનિયાભરના સાયકોલોજિસ્ટો કહે છે કે સ્ત્રીની ના ‘ના’ જ હોય અને હા ‘હા’ જ હોય તેવું જરૂરી નથી. ના ‘હા’ પણ હોઈ શકે અને હા ‘ના’ પણ હોઈ શકે છે.

વળી, હા કહ્યા પછી પાડેલી ‘ના’ અથવા ના કહ્યા પછી પાડેલી ‘હા’નો અર્થ ‘હા’ અથવા ‘ના’ બન્ને હોઈ શકે છે.

એટલું જ નહિ, ‘હા’ અને ‘ના’નું સાચું અર્થઘટન સ્ત્રી પોતે જ કરી શકે છે.

***

બોધપાઠ : 7A (સુધારો)

‘હા’ અથવા ‘ના’નાં અર્થઘટનો સમય જતાં બદલાઈ શકે છે. શરતો લાગુ. સર્વ હક્ક સ્ત્રીને સ્વાધીન.

- મન્નુ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments

  1. Have samay aavi gayo che
    Please follow
    Ten Commandments

    ReplyDelete

Post a Comment