ફિલ્મી, વેરી ફિલમી...
છેક 1998માં શરૂ થયેલો ટીવી શો CID આજથી બંધ થઇ ગયો. ગઈકાલે એનો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થયો. પરંતુ એ પછી પેલા ACP પ્રધ્યુમના અને તેના સાથી દયાનું શું થયું ? અથવા શું થશે ?...
***
ACP પ્રધ્યુમના અરીસા સામે બેસીને પોતાના જાડા હોઠ વાંકાચૂકા કરવાની પ્રેકટિસ કરી રહ્યા છે ત્યાં દયા આવે છે.
દયા : સર, એક બુરી ખબર હૈ. હમારા શૉ બંધ હોનેવાલા હૈ.
ACP : અચ્છા ? પતા કરો, કબ બંધ હોનેવાલા હૈ ?
દયા : 28 ઓક્ટોબર કે બાદ યૅ શો નહીં આયેગા.
ACP : હ.. દયા, પતા કરો, 28 ઓક્ટોબર કબ હૈ ?
દયા : સર, 28 ઓક્ટોબર તો ચલી ગઈ.
ACP : હ.. પતા કરો, વો કહાં સે ચલી ગઈ? ઔર જાકર કિસ કિસ સે મિલતી હૈ ? કોઈ ના કોઈ સુરાગ તો જરૂર મિલેગા.
દયા : (પોતાના દાંત ભીંસતાં) સર, 28 ઓક્ટોબર કલ થી.
ACP : ઓહો. તો આજ ક્યા હૈ ?
દયા : 29 ઓક્ટોબર.
ACP : આઈસી... (આંગળીઓ આમથી આમ ફેરવતાં) મતલબ કે 28 ઓક્ટોબર ચલી ગઈ ?
દયા : જી સર.
ACP : ઔર 28 ઓક્ટોબર કો હમારા લાસ્ટ એપિસોડ થા ?
દયા : જી સર.
ACP : ઉસકે બાદ કોઈ એપિસોડ નહીં ?
દયા : જી નહીં !.
ACP : (કપાળે કરચલીઓ પાડીને ભ્રમરો વાંકીચૂકી કરતાં, જાણે મોટું રહસ્ય શોધી કાઢ્યું હોય તેમ કહે છે) ઇસ કા મતલબ યે હુઆ... કિ CID સિરિયલ બંધ હો ગઈ હૈ !
દયા : (પોતાના માથાના વાળ ખેંચતાં) અબે યાર.... આને હવે શું કહેવું ? છેલ્લા 20 વરસથી એને આ જ રીતે ટ્યૂબલાઈટ થાય છે !
***
ACP પ્રદ્યુમ્ના પોતાના ચહેરા ઉપર વધી ગયેલી ચાર દિવસની દાઢીને શેવ કરવાનું વિચારતા બેઠા છે ત્યાં પાછળ બેઠેલો દયા મોટેથી બગાસું ખાય છે.
ACP : દયા, ક્યા કર રહે હો ?
દયા : ક્યા કરું સર, બોર હો રહા હું.
ACP : દયા, પતા કરો, કહીં મર્ડર તો હુઆ હોગા.
દયા : મર્ડર તો રોજ હોતે હૈ.
ACP : કહાં ?
દયા : ન્યુઝ ચેનલ મેં.
ACP : (ઉત્તેજીત થઈ જાય છે. ઉછળીને ઊભા થતાં કહે છે) દયા, પતા કરો, કૌનસી ન્યુઝ ચેનલ મેં મર્ડર હો રહા હૈં ?
દયા : (બગાસું ખાતાં) સર, બધી ન્યૂઝ ચેનલોમાં રોજ ચાર-પાંચ મર્ડરના ન્યૂઝ આવતા હોય છે. રાતના પેલા 'ન્યુઝ-ફટાફટ' ચાલતા હોય છે ને, એમાં 75માં ન્યૂઝથી લઈને 99 નંબરના ન્યુઝમાં પાંચ મર્ડર તો હોય જ છે.
ACP : તો આ ન્યુઝ ચેનલવાળા આપણને કેસ કેમ નથી સોંપતા ?
દયા : સર, એના માટે તો પોલીસ છે ને ?
ACP : (ચોંકીને) કોણ છે ? કોણ છે ?
દયા : પોલીસ... પોલીસ...
ACP : (ગંભીર થઈને) દયા, પતા કરો, એ 'પોલીસ' સિરિયલ કૌન સી ચેનલ મેં ચલ રહી હૈ...
(દયા મોટું બગાસું ખાઈને પાછો ઊંઘી જાય છે.)
***
દયા પોતાના મોબાઈલમાં કેન્ડી-ક્રેશ ગેઇમ રમતાં રમતાં થાકીને ઊંઘી ગયો છે. ત્યાં પાછળથી ACP પ્રદ્યુમ્ના આવે છે. એમની દાઢી 10 દિવસથી વધી ગઈ છે. કોટ મેલો, લઘરવઘર છે. કપાળમાં એક્ટિંગ કર્યા વિના કરચલીઓ પડી ગઈ છે.
ACP : (દયાને જગાડતાં) કોઈ નઈ ખબર ?
દયા : (જાગીને બગાસું ખાતાં) ખબરમાં તો એવું છે કે બળત્કારની ફરિયાદો થઈ રહી છે.
ACP : (દોઢ ફૂટ ઉછળે છે) બલાત્કાર ? દયા, પતા કરો, કિસ કે બળાત્કાર હુઆ હૈ ? કબ હુઆ હૈ ? કહાં હુઆ હૈ ? કિસ ને કિયા હૈ ?
દયા : (મોટું બગાસું ખાતાં) જવા દો ને સાહેબ, આ બધી 15-20 વરસ પહેલાની ઘટનાઓ છે.
ACP : (વિચારમાં પડી જાય છે) દયા, પતા કરો... 15-20 સાલ પહેલે તો હમારા સિરિયલ ચાલુ થા... તબ યે કેસ હમારે પાસ જરૂર આયેં હોંગે ! દયા, પતા કરો... દયા, પતા કરો... દયા, પતા કરો...
(દયા ઊંઘી ગયો છે...)
- મન્નુ શેખચલ્લી
Lagta hai jarur koi gadbad hai
ReplyDeleteસીબીઆઈ માં હજી પણ સીઆઇડી ચાલે છે
ReplyDelete