એકવાર યુનાઈટેડ નેશન્સે સ્પર્ધા જાહેર કરી કે દુનિયાભરના દેશોમાંથી ‘સિંહો’ વિશે સૌથી સારું પુસ્તક કોણ પ્રગટ કરી શકે છે…
***
બ્રિટીશરો સ્વભાવે ગંભીર તો છે જ, પણ હજી એમનો જુના જમાનાનો ઠાઠ જતો નથી. એમણે એક સિરિયસ ટાઈપનું પુસ્તક બહાર પાડ્યું જેનું ટાઈટલ હતું :
“ધ ગ્રોથ એન્ડ ધ પાવર ઓફ ઇન્ડિયન લાયન્સ અન્ડર બ્રિટીશ એમ્પાયર રુલ.”
***
અમેરિકાએ પોતાની છિછરી અને દેખાડાબાજીની સ્ટાઈલમાં ચળકતું રંગબિરંગી પુસ્તક છાપી નાંખ્યું. જેનું નામ હતું :
“અમેરિકા ધ લાયન કિંગ ઓફ ધ વર્લ્ડ !”
***
ફ્રાન્સ તો આખો દેશ જ રોમેન્ટિક છે એટલે એમણે તો સરસ મઝાની પાતળી છતાં બ્યુટિફૂલ બુક બહાર પાડી જેનું નામ હતું :
“ધ રોમાન્સ ઓફ લાયન્સ ઈન જંગલ્સ ઓફ ધ વર્લ્ડ.”
***
જર્મન પ્રજા બધી વાતમાં બહુ ઊંડી રિસર્ચ કરવામાં માને છે. એમણે સામટાં 25 જાડાં પુસ્તકો પ્રગટ કર્યાં. ઉપરથી નામ તો એવું રાખ્યું કે :
“એન એલિમેન્ટ્રી ઈન્ટ્રોડક્શન ટુ ધી બિહેવિયરલ સાયન્સિસ ઓફ એશિયાટિક, આફ્રિકન એન્ડ પ્રિ-હિસ્ટોરીકલ લાયન્સ.”
***
જાપાનવાળા બધું નાનકડું કરી નાંખવામાં માને. એમના જાણીતા કવિઓ અને મિનિએચર પેઈન્ટરોએ ભેગા મળીને માચિસના ખોખાં જેવડી નાની નાની 17 પુસ્તિકાઓ બહાર પાડી નામ હતું :
“ધ મુવિંગ પોએટ્રી ઈન લાયન્સ થન્ડર.”
***
વાહ ભાઈ વાહ… આ બાજુ ગુજરાતનાં પુસ્તક પ્રગટ કરવાનું કામ ભાજપના મુખ્ય કાર્યાલય ‘કમલમ્’માં ચાલુ થયું.
એમણે ત્રણ મહિનાની મહેનત પછી સરસ લીસ્સા કાગળ ઉપર રંગીન ફોટાઓથી સજાવેલું એક દળદાર પુસ્તક બહાર પાડ્યું. નામ રાખ્યું :
“ગુજરાતનો સાવજ !”
આ પુસ્તક યુનાઈટેડ નેશન્સમાં પહોંચ્યું કે તરત ત્યાંથી ઈ-મેઈલ આવ્યો.
“વાહ ! અદ્ભૂત સંશોધન કર્યું છે ! અમને તો ખબર જ નહોતી કે ગુજરાતના લાયનની ઉત્ક્રાંતિ એટલી ઝડપી થઈ છે કે તે દેશનો સૌથી મોટો નેતા બની ગયો છે !”
- મન્નુ શેખચલ્લી
Kyan thi lave che?
ReplyDeleteBapu
Thanks 😊 🙏
Delete