ખિસ્સાકાતરુઓની 'કેશ-બેક" સ્કીમ!

એક ભાઈ બહુ પરેશાન હતા. એમણે જઈને જમાદારને કહ્યું “સાહેબ, રોજ મારું ખિસ્સું કપાઈ જાય છે !”

“રોજ ?”

“હા, લગભગ રોજ ! જ્યારે જ્યારે હું પેટ્રોલ પુરાવવા જાઉં છું ત્યારે મારું ખિસ્સું કપાઈ જ જાય છે.”

“હં…” જમાદારે મૂછને તાવ દેતાં કહ્યું “તમે ચિંતા ના કરો. ખિસ્સાકાતરુને હું શોધી કાઢીશ.”

“શોધવાની જરૂર જ ક્યાં છે ?” ભાઈ રડવા જેવા થઈને બોલ્યા. “બધાને ખબર જ છે ! એક ખિસ્સાકાતરુ દિલ્હીનો છે અને બીજો ગાંધીનગરનો છે !”

દિલ્હી અને ગાંધીનગરનું નામ પડતાં જ જમાદારે મૂછ પરથી હાથ પાછો ખેંચી લીધો. ખોંખારો ખાઈને ડંડો જમીન પર પછાડતાં કહ્યું “ચિંતા ના કરો. ખિસ્સાકાતરુઓ પકડાઈ જશે…”

પણ ખિસ્સાકાતરુઓ પકડાયા નહિ. પેલા ભાઈ વારંવાર જમાદારને ફરિયાદ કરતા રહ્યા અને જમાદાર “જોઉં છું… કંઈક કરું છું…” એવો જવાબ આપતા રહ્યા.

એક દિવસ અચાનક આવીને જમાદારે વધામણી આપતા કહ્યું “ભાઈ ! ખુશ થઈ જાવ !”

“ઓહોહો?” ભાઈ તો ખુશ થઈ ગયા. “ખિસ્સાકાતરુઓ પકડાઈ ગયા ? ખરેખર ?”

“વેલ… ના, એવું તો નહિ….” જમાદારે થોડાં ગલ્લાંતલ્લાં કર્યાં પછી ભાઈને ખભે હાથ મુકતા કહ્યું “મિત્ર ખિસ્સાકાતરુઓએ એક નવી ‘કેશ-બેક’ સ્કીમ કાઢી છે ! ”

“કેશ-બેક?” ભાઈ ખુશ-ખુશ થઈ ગયા. “યુ મિન, મારા ખિસ્સામાંથી કપાઈ ગયેલા મારા રૂપિયા પાછા મળશે?”

“હા… પણ…”

“વાહ વાહ ! કેટલા રૂપિયા પાછા મળશે ? જેટલા કપાઈ ગયા છે એટલા તો મળશે ને ?”

“ના… એવું છે…” જમાદારે સ્કીમ સમજાવી. “તમે હવેથી જ્યારે પેટ્રોલ પુરાવશો ને, તે વખતે તમારા ખિસ્સામાંથી પાંચેક રૂપિયા ઓછા કપાશે ! ઓકે?”

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Alibaba Chalis chor na nayak ne
    fakt chalis chor ne Sachs-va na hata
    Aaj na nayak ne ganya ganay nahi etla chor no samno karva no che
    Bapu

    ReplyDelete
    Replies
    1. Wah ! Chalis chor wali vaat ma dum chhe.😊

      Delete
    2. Wah ! Chalis chor wali vaat ma dum chhe.😊

      Delete

Post a Comment