પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં 'શાન-એ-પાકિસ્તાન' નામની એક ભવ્ય હોટલ છે. થોડા દિવસ પહેલાં ત્યાંના વડાપ્રધાન ઈમરાન ખાન એ હોટલમાં જમવા માટે ગયા.
ઈમરાન ખાને જોયું કે અફઘાનિસ્તાનનો એક પઠાણ ત્યાં જમવા આવ્યો હતો. પેટ ભરીને જમી લીધા પછી એ તો થાળીમાં જ હાથ-મોં ધોવા લાગ્યો !
ઈમરાન ખાન ચોંકી ગયા. પેલો પઠાણ મોં ધોતાં ધોતાં જાતજાતના અવાજો કરી રહ્યો હતો. પહેલાં તેણે ‘ગળળળળ…’ કરીને કોગળા કર્યા. પછી ‘બડબડબડબડબડ….’ કરીને મોંમા પાણી ફેરવ ફેરવ કર્યું. એ પત્યું, પછી ‘ચર્ ર્ ર્ ર્…’ અવાજો કરીને થાળીમાં પિચકારીઓ મારવા માંડી !
ઈમરાન ખાન સાથે વિદેશી મહેમાનો પણ હતા. બધા સ્તબ્ધ થઈને આ જોઈ રહ્યા હતા.
ત્યાં તો પઠાણ ઊભો થયો અને થાળીમાં મોં ઝુકાવી ‘હાક… હા… ક!’ કરીને ગળુ સાફ કરવા લાગ્યો ! છેલ્લે બરોબર ગળું સાફ કરીને તે “થૂથૂ… ફૂફૂ… થૂથૂ… ફૂફૂ…” કરીને થૂંકતો રહ્યો !
ઈમરાન ખાન તો ડઘાઈ જ ગયા હતા. ત્યાં તો પઠાણે દાંત ખોતરવાની સળી ઉપાડી અને તે ફરી શરૂ થઈ ગયો !
પહેલાં ‘ગળગળગળ… ગળગળગળ…’ કરીને કોગળા કર્યા. પછી “બડબડબડ….બડબડ…” કરીને મોંમાં પાણી ફેરવ્યું. પછી દાંત ખોતરતાં ખોતરતાં “ચર્ ર્ ર્ર્ ” કરીને પિચકારીઓ મારી. એ પછી મોટા અવાજે “હાક ! હાક ! હાક !” કર્યું અને છેલ્લે પોતાના દાંતોને સળી વડે ખોતરતાં તેણે “થૂથૂ… ફૂફૂ… થૂથૂ…. ફૂફૂ…” પણ કર્યું !
હવે ઈમરાન ખાનથી રહેવાયું નહિ. જઈને પઠાણને ખભે ટપલી મારીને પૂછ્યું “જનાબ, આપ ને કભી કિસી બડી હોટલ મેં ખાના ખાના ખાયા હૈ ?”
પઠાણે છાતી કાઢીને કહ્યું : “હાં ! હમને દુનિયા કા સબ બડા બડા હોટલ મેં જાકર ખાના ખાયા હૈ, લાલે દી જાન !”
“અચ્છા ? કૌન કૌન સી ?”
“યહી…. તાજ, ઓબેરોય, રિજન્સી, સ્ટર્લિંગ… હર જગહ જાકર ખાના ખાયા.”
“ઔર… સબ હોટલ મેં ઐસે હી મુંહ ધોયા થા ?”
“હાં !”
“તો વહાં કિસીને કુછ કહા નહીં ?”
“કહા ના ! સબ હોટલવાલોં ને કહા…”
“ક્યા કહા ?”
“યહી, કિ અગર ઐસે હી મુંહ ધોના હૈ તો ઇસ્લામાબાદ કી શાન-એ-પાકિસ્તાન મેં જાકર અપના મુંહ ધોયા કરો !”
- મન્નુ શેખચલ્લી
Maza padi
ReplyDeleteBapu