રાવણની દસમાથાળી જોક્સ !


દશેરાનો તહેવાર હોય અને રાવણને યાદ ના કરીએ તો કેમ ચાલે ? પ્રસ્તુત છે રાવણનાં દસે દસ માથાં હસી પડે તેવી જોક્સ…

***

એક વાર રાવણ એનાં દસે દસ હાથ પોતાના દસે દસ લમણે પછાડીને ધૂંધવાતો બેઠો હતો. કોઈએ આવીને પૂછ્યું :

“શું થયું ?”

રાવણે મોં બગાડીને કહ્યું “અરે યાર, મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ છે !”

“મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ ?”

“હા, જુઓને… દસ દસ હાથ છે છતાં જ્યારે બરડામાં ખંજવાળ આવે ત્યારે એકેય હાથ ત્યાં એકઝેક્ટ જગાએ પહોંચી શકતો નથી !”

***

રાવણ ડોક્ટર પાસે ગયો. જઈને કહે “ડોક્ટર, ભૂખ નથી લાગતી…”

ડોક્ટર કહે “એક મિનિટ, જરા હાથ બતાડો ?”

રાવણે હાથ બતાડ્યો. ડોક્ટર કહે “એક નહીં, દસે દસ હાથ બતાડો.”

પછી રાવણના દસે દસ હાથનાં આંગળાં તપાસીને ડોક્ટર કહે છે “ભૂખ ક્યાંથી લાગે ? તમને તમારા નખ ચાવીને ખાઈ જવાની ટેવ પડી ગઈ છે !”

***

જોકે પછી એ પ્રોબ્લેમ તો મટી ગયો. પણ બીજો જુનો પ્રોબ્લેમ શરૂ થયો. રાવણે ડોક્ટર પાસે જઈને કહ્યું :

“ડોક્ટર, મને વરસોથી પેટમાં ભારે ભારે લાગે છે. અને હવે તો કબજીયાત થઈ ગઈ છે. ખુલાસીને ઝાડો થતો જ નથી… અને થાય છે ત્યારે ત્રાસ ત્રાસ કરાવી નાંખે છે.”

ડોકટરે બધી રીતની તપાસ કરી. જાતજાતના રિપોર્ટ્સ કરાવ્યા. બધુ સ્ટડી કર્યા પછી ડોક્ટર કહે છે “જુઓ રાવણભાઈ, તમને આ પ્રોબ્લેમ તો રહેવાનો.”

“કેમ ?”

“તમારામાં એક મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ છે.”

“વળી પાછી મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ ?” રાવણ ચોંક્યો.

ડોક્ટર કહે “જુઓ, તમારે શું છે, કે ઈન-કમિંગ લાઈનો દસ છે. પણ આઉટ-ગોઈંગ લાઈન એક જ છે !”

***

રાવણની તબિયત વધારે ને વધારે બગડતી ચાલી. એમાં વળી કોઈએ કહ્યું “તમે સ્વિમીંગ ટ્રાય કરો. તમારે તો દસ દસ હાથ છે. એનાથી ફેર પડશે.”

રાવણ તરવાનું શીખવા માટે સ્વિમીંગ પુલમાં ગયો પણ બીજા જ દિવસે પાછો આવી ગયો. પેલા ભાઈએ પૂછ્યું “શું થયું ?”

“મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ !” રાવણ બોલી ઊઠ્યો. “તરતી વખતે દસ હાથ. ગોળગોળ ફેરવું છું ત્યારે દસ માથાં નડે છે !”

- મન્નુ શેખચલ્લી

email : mannu41955@gmail.com

Comments

Post a Comment