શેરબજારમાં ફરી એક મોટો કડાકો બોલી ગયો ! ભલભલા ‘શેર’ જેવા સટોડિયા બિચારા મીંદડી બની ગયા ! રોકાણકારો રડી રહ્યા છે.
પરંતુ જે રોકાણકારો નથી રડી રહ્યા તેઓ ‘શેર’ની ઉપર શાયરી કરી રહ્યા છે….
***
શેરબજારના શેર આજે
મિંદડી થઈ ગયા...
તેજીના મુન્નાભાઈ
મંદીમાં સરકીટ થઈ ગયા!
દોડ્યા ’તા લેવા સૌ
સોના-ચાંદીના થાળ
હાસ્તો…
દોડ્યા ’તા લેવા સૌ
સોના-ચાંદીના થાળ…
શેરબજારે સૌને ‘દોરી’
‘લોટા’ ધરી દીધા !
***
અહીં કેટ-કેટલાનાં
હાર્ટ ફેઈલ થઈ ગયાં
જાણો છો ?
અહીં કેટ-કેટલાનાં
હાર્ટ-ફેઈલ થઈ ગયાં…
ઉપરથી, ડોક્ટરોનાં બિલ
‘ખાતર’ પર ‘દિવેલ’ કરી ગયાં !
***
કોણે કહ્યું, અહીં
લાખના બાર હજાર થાય
સાંભળજો…
કોણે કહ્યું, અહીં
લાખના બાર હજાર થાય…
આ વખતે તો લાખના
બારસો થઈ ગયા !
***
શોપિંગમાં ભીડ જોઈને
જીવ કેટલો બળે છે?
જુઓ ને…
શોપિંગમાં ભીડ જોઈને
જીવ કેટલો બળે છે ?
બધા કમાઈ ગયા
ને અમે જ રહી ગયા !
***
શું દોષ છે ફોરેનના
કોઈ ઈન્વેસ્ટરોનો ?
ના ના…
શું દોષ છે ફોરેનના
કોઈ ઈન્વેસ્ટરોનો ?
અહીં તો આપણાવાળા જ
આપણું ‘કરી’ ગયા છે !
***
રૂપિયો પડ્યો, સેન્સેક્સ પડ્યો
બધું ય ગબડે છે..
તો યે ન જાણે કેમ ?
પેટ્રોલ-ડિઝલને જોઈ
મનમાં શાંતિ ‘કેમ’ વળે છે ?
- મન્નુ શેખચલ્લી
Ram Chandra kah gaye Siase
ReplyDeleteAisa kaljug aayega ——————
Bapu
ઐસા કલજુગ આયેગા...
ReplyDeleteઅંબાણી બેચે ચાય ઔર
અદાણી પકોડા પકાયેગા...
શેરબજારનૂં ભલું પૂછવુ 😁