7300 નવા કરોડપતિઓ!


બોલો, ભારતમાં છેલ્લા એક વરસમાં 7300 નવા કરોડપતિ પેદા થઈ ગયા છે ! (જેમાં અમિતાભ બચ્ચને એક પણ નવો કરોડપતિ ઉમેરી આપ્યો નથી !)

આંકડાઓ કહે છે કે આજે દેશમાં કુલ 3.43 લાખ કરોડપતિઓ છે...

એનો મતલબ એમ થયો કે આજે દેશમાં માત્ર 3.43 લાખ લોકો જ એવા છે જેને પેટ્રોલ, ડિઝલ અને મલ્ટીપ્લેક્સના પોપકોર્નના ભાવો ‘સસ્તા’ લાગે છે !

***

છતાં તમે તપાસ કરશો તો ખબર પડશે કે આ કરોડપતિઓની પત્નીઓ શોપિંગ કરે ત્યારે ‘કેશબેક’ ‘ડિસ્કાઉન્ટ’ અને ‘ફ્રી’ તો જરૂર શોધે છે !

***

જો કે મોંઘવારી એટલી બધી છે કે આ લોકો “અમે તો બોસ, કરોડપતિ થઈ ગયા….” એમ વિચારીને બધા કામધંધા બંધ કરી દે તો ત્રણ જ વરસમાં એમણે ‘સરકારી સહાય’વાળો ગેસનો બાટલો લેવાનો ચાલુ કરી દેવો પડે !

***

વળી, આ 7300 નવા કરોડપતિઓમાંથી અડધો અડધ એવા હશે કે જો સાડા છ કરોડની BMW કાર ખરીદી નાંખે તો એમાં પેટ્રોલ પુરાવવાના પૈસા ક્યાંથી કાઢે ?

***

એમાંથી અડધાને પૂછી જોજો, મુંબઈના નેપિયન્સી રોડ ઉપર જઈને તમે એકાદ 95 કરોડનો ફ્લેટ ખરીદી શકો ?

બિચારાઓ કહેશે, ભાઈ ખરીદી તો લઈએ, પણ પછી ખાઈએ શું ? રોટલો અને ડુંગળી ? (સોરી, હવે તો ડુંગળી યે મોંઘી થઈ ગઈ !)

***

અમને તો આ આંકડાઓમાં જ ડાઉટ લાગે છે. જો ભારતની બેન્કો કડક હાથે કામ લઈને લોન  ડિફોલ્ટરોની મિલકતો જપ્ત કરી નાંખે તો આમાંથી 25 ટકા કરોડપતિઓ એક ઝાટકે બાદ થઈ જાય !

***

બીજું, આ આંકડાઓ જુના પણ લાગે છે. કારણ કે છેલ્લા પંદર દિવસમાં શેરબજારમાં જે ધોવાણ થઈ ગયું એમાં તો 7300 નવા ‘લખપતિ’ પેદા થઈ ગયા ! (જે અગાઉ ‘કરોડપતિ’ હતા !)

***

બાકી, મોદી સાહેબ મૂછમાં મલકાઈ રહ્યા છે કે “મેં ફૂગાવો જ એટલો વધારી મુક્યો છે કે હવે તો ભિખારીઓ પણ લખપતિ થઈ જવાના…”

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Aamdani athanni
    Kharcha rupaiya
    Bapu

    ReplyDelete
    Replies
    1. આમદની અઠ્ઠન્ની
      મહેંગાઈ રુપૈયા

      Delete
    2. આમદની અઠ્ઠન્ની
      મહેંગાઈ રુપૈયા

      Delete

Post a Comment