પેટ્રોલ-ડિઝલના ભાવમાં અચાનક 48 અને 52 પૈસાનો ઉછાળો સાંભળીને બધા જાણે ઊંઘમાંથી સફાળા જાગી ઊઠ્યાછે !
આવું કંઈક થાય ત્યારે જ આપણને ઘોડાગાડી, બળદગાડી, સાઈકલગાડી કે બાબાગાડીના સ્ટુપિડ વિચારો આવે છે…
છેવટે ભાન થાય છે કે આખરે રાજ તો પેટ્રોલ અને ડિઝલનું જ છે ! પ્રજા તથા સરકારના એ જ અસલી દેવતાઓ છે…
***
જય પેટ્રોલરાયા
અને જય ડિઝલરાયા…
ક્રુડ ઓઈલના જાયા
રિફાઈનરીમાં નાહ્યા…
જય પેટ્રોલરાયા,
બોલો જય ડિઝલરાયા !
***
પૃથ્વીના પેટાળ મહીંથી
પ્રગટ્યા મૂછાળા. .. પ્રભુ પ્રગટ્યા મૂછાળા..
યુધ્ધો કંઈક કરાવ્યા
દેશો કૈં સળગાવ્યા
(તો યે) હજી ના ધરાયા !
બોલો, જય પેટ્રોલરાયા…
***
ઓએનજીસી માશી તમારી
રિલાયન્સ સમ ભાણા.. પ્રભુ રિલાયન્સ સમ ભાણા
‘વેટ’ તણી છે કમાણી
‘એક્સાઈઝ’ લાવો છો તાણી
(તમે) રાજ્યોના વ્હાલા !
ઓહો, જય પેટ્રોલરાયા…
***
ડિઝલ ને પેટ્રોલ જાણે
કાકા-બાપાના પોરિયા.. કેવા કાકા-બાપાના પોરિયા..
એક સસ્તા, એક મોંઘા
એક ટ્રકના, એક કારના..
(પણ) વધઘટ વધઘટ કરતાં
(અરે) ઘટ-વધ ઘટ-વધ કરતાં
મોદીએ, બન્ને સરખા કીધા !
બોલો, જય ડિઝલરાયા..
***
પેટ્રોલ-ડિઝલની આરતી
જે ભાવે ગાશે... અરે જે ભાવે ગાશે...
ભણે 'શેખચલ્લી' ભોળા
એના પેટ્રોલપંપ હશે !
એના ડિઝલપંપ હશે !
એના સીએનજી-પંપ હશે !
બોલો, જય પેટ્રોલરાયા…
***
મન્નુ શેખચલ્લી
Ye jo public hai
ReplyDeleteSab janti hai